Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ઘરથી દુર એકલવાયુ જીવન જીવતા પર પ્રાંતિય યુવાનની આત્મહત્યા

જામનગરમાં પંથકમાં જુગાર રમતા પાંત્રીસ ઝડપાયા

જામનગર, તા.૨૨: બિહાર સરાંવ ગામ જિ.સારન પોલીસ સ્ટેશન રસુલપુર, જોગીયા પોસ્ટ ઓફીસ પાસે રહેતા ચંદનકુમાર ઓમપ્રકાશ પાંડે, ઉ.વ.ર૯, એ પંચ એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  ખીજડીયા બાયપાસે નિરજકુમાર ઉ.વ.૧૯, રે. ઠેબા ગામ, પોતે પોતાના ઘરથી દૂર એકલવાયુ જીવન જીવતો હોય જેથી પોતાની જિંદગી થી કંટાળી પોતાના હાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા મોત

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામે રહેતા જનકસિંહ છોટુભા જાડેજા, ઉ.વ.ર૧ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, છોટુભા કિલુભા જાડેજા, ઉ.વ.પર, રે. ભાવાભી ખીજડીયા ગામવાળા પોતાની વાડીએ સાતી ચલાવતા હતા ત્યારે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા બેભાન થઈ જતા સારવારમાં કાલાવડ સરકારી હોસ્પિટલમાં લાવતા મૃત્યુ પામેલ છે.

શાહ પેટ્રોલ પંપ પાસે જુગાર

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, મોરકંડા રોડ રાજ સોસાયટી, શાહ પેટ્રોલ પંપ પાછળ, આરોપીઓ તૈયદભાઈ હાસમભાઈ ચૌહાણ, મોઈનુદીન સુલેમાનભાઈ દલ, જાવિદ અલીમામદભાઈ ખેરાણી, અબાઅલી અબ્દુલ રજાક હદરમી, રજાક સીદીકભાઈ શેખ, પૈસાની હારજીત કરી રૂ.ર,૭૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચલણી સિકકા વડે જુગાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડએ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, કાંતીભાઈના ભંગારના વાડા પાસે જાહેરમાં રવિ ઉર્ફે ડાગલો મગનભાઈ ચૌહાણ, પ્રકાશીગીરી જયતીગીરી ગૌસ્વામી, સુખદેવસિંહ રઘુવીરસિંહ જાડેજા, વિજયભાઈ કિશોરભાઈ વાઘેલા, દિપકભાઈ દેવજીભાઈ ચાવડા, રમેશભાઈ મગનભાઈ મકવાણા, વિનુભાઈ પ્રાગજીભાઈ મકવાણા, યોગેશભાઈ કિશોરભાઈ પરમાર, ગોળ કુંડાળા વળી બેસી રૂપિયાનો સિકકો ઉછાળી કાટ છાપ બોલી પૈસા લગાડી હારજીત કરી કીંગ–ટોસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂપિયા ૧ર,૪૦૧/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શાપર ગામે જુગાર

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીજ્ઞેશભાઈ ભલાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર ગામમાં શંકર ટેકરી વિસ્તારમાં ખુલ્લા જગ્યામાં સતાર હાજીભાઈ સાટી, નાશીર અલારખાભાઈ ઓઢા, રૂકશાનાબને નજીરભાઈ સાટી, હવાબને નુરમામદ સાટી, મુમતાજબેન સલીમભાઈ નાઈ, હલીમાબેન સતારભાઈ સાટી, કાજલબેન અમીરભાઈ સાટી, વીરબાઈ કદોરી, હારજીત કરી રૂ.પ૯૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

પાસા કુકરી વડે જુગાર રમતા

સિકકા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ચંદ્રસિંહ ટેમુભા પરમારએ ફરીયાદ નોંધાવી છે કે, સિકકા ગામે સર્વીસ ચોક પાસે અબ્દુલ ઉર્ફે ગફાર તાલબ હુંદડા, અજીજ સુલેમાન ભટ્ટી, હસન સુલેમાન સંઘાર, લતીફ સુલેમાન હુંદડા, ફીરોજ ઓસમાસ સંઘાર, ઓસમાણ જુસબ ભટ્ટી, અબ્દુલ આદમ ભટ્ટી, પાસા કુકરી વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રૂ.૩૦૯૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાકેશભાઈ ભનાભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, વિઝન સ્કુલ પાછળ, દુદાવાવના હોકરાના કાંઠે ગીરીશભાઈ રામજીભાઈ ગોહેલ, દિલીપકુમાર ઉર્ફે દિલો રમણીકભાઈ જાવીયા, કમલેશભાઈ ઓઘડભાઈ જતાપરા, પરેશભાઈ લખમણભાઈ બારૈયા, સંજયભાઈ બટુકભાઈ મકવાણા, રે. જામજોધપુરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૮૦૦/– તેમજ મોબાઈલ ફોન નંગ–૩ કિંમત રૂ.૩૦૦૦/– તથા મોટરસાયકલ નંગ–૪ કિંમત રૂ.૯૦,૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૯૭૮૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી વજુભાઈ કોળી, આનંદ ગઢવી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:07 pm IST)