Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીકટ ૩૦૬૦ની રોટરી કલબ ઓફ ઇમેજીકા જામનગરની શપથવિધિ

જામનગર : વૈશ્વિક સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીકસ ૩૦૬૦ની રોટરી કલબ ઓફ ઇમેજીકા જામનગરનો શપથવિધિ સમારોહ તાજેતરમાં સેવન સીઝન્સ રીસોર્ટ ખાતે યોજાયેલ. શાબ્દિક સ્વાગત સંસ્થાના ગત વર્ષના પ્રમુખ કર્તવ્યભાઇ પારેખ દ્વારા કરવામાં આવેલ. મુખ્ય મહેમાન મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ઇન્સ્ટીલીંગ ઓફિસર રોટરીના પૂર્વ ડિસ.ગવર્નર ડો. બીપીનભાઇ વાધર અને આસિ. ગવર્નર જોનલભાઇ ખીમશીયા, સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાયજાદા, રોટરી કલબ ઓફ જામનગરના ડો.નીમેશભાઇ રાજપુત તેમજ અન્ય  રીટેરીયન્સ ઉપસ્થિત રહેલ. વર્ષ ૨૦૨૧-૨૨ ના નવા પ્રમુખ સીએ.ઓનઅલીભાઇ મોદી, સેક્રેટરી વિશાલભાઇ દુધેલા અને એકઝીકયુટીવ ટીમના સભ્યોને શપથ લેવડાવવામાં આવેલ અને સંસ્થાની પિન પહેરાવી સન્માનિત કરવામાં આવેલ.નવનિયુકત પ્રમુખ સીએ.ઓનઅલીભાઇ મોદીએ વર્ષ ૨૦૨૧-૨૨માં સેવા પ્રોજેકટો દ્વારા સંસ્થાનું નામ વધુ રોશન કરવાની બાહેધારી આપેલ. માસ્ટર ઓફ સેરેમની તરીકે રીતેશભાઇ નથવાણી અને યગ્નેશભાઇ નીર્મલએ સેવા આપેલ. વકીલ મુસ્તુફાભાઇ કપાસીએ રોઢેક મુર્તુજા કાદીયાણી, અથર્વ પાઠક તથા જયવત રાવલને ફેમીલી એન્ટરટેઇન્મેન્ટ કરાવવા બદલ પ્રોત્સાહિત કરેલ. આ સમારોહને સફળ બનાવવા સંસ્થાના પૂર્વ સેક્રેટરી હેમલભાઇ પુરખા, દર્શીતભાઇ સોલાની, સુરેશભાઇ માતંત્ર, અશ્વિનભાઇ પટેલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. આભારવિધિ સેક્રેટરી વિશાલભાઇ દુધેલા દ્વારા કરવામાં આવેલ.

(1:08 pm IST)