Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જૂનાગઢના બાદલપરામાં આવેલો ઓઝત-2 ડેમ 97 ટકા ભરાઈ ગયો : બે દરવાજા 2 ફૂટ ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં 3600 ક્યુસેક પાણીની આવક

જૂનાગઢના બાદલપરામાં આવેલો ઓઝત-2 ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમ 97 ટકા ભરાયો છે. ઓઝત-2 ડેમ 97 ટકા ભરાતા ડેમના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં 3600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.. ડેમમાં જેટલી પાણીની આવક થઈ રહી છે.. સામે એટલી જ જાવક કરવામાં આવી રહી છે. આ પહેલા 8 દિવસ પહેલા ઓઝત-2 ડેમ ઓવરફલો થયો હતો. ભારે વરસાદને કારણે ઓઝત-2 ડેમ ઓવરફલો થતા ડેમના 25 દરવાજામાંથી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતા.

(11:25 pm IST)