Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કચ્છના જખૌ નજીક ખીદરત બેટ પરથી એક શંકાસ્પદ પેટી મળતા સુરક્ષા એજન્સીઓમાં તપાસનો ધમધમાટ

ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ : બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક

મુન્દ્રા ના અદાણી પોર્ટ પર તાલિબાની શાસિત અફઘાનિસ્તાન માંથી આવેલા 3000 કિલો હેરોઈન મામલે હાલ કચ્છ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાસ્પદ બન્યું છે ત્યાંજ ફરી કચ્છના જખૌ નજીક ખીદરત બેટ પરથી એક શંકાસ્પદ પેટી મળી આવતા સુરક્ષા એજન્સીઓ માં તપાસ નો ધમધમાટ શરૂ થયો છે.

ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ શરૂ થઈ છે. અબડાસા તાલુકાના જખૌ બંદર નજીક ખીદરત બેટ પર આ પેટી પડી હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવતા આઈબી, બીએસએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પેટીને જે તે સ્થળ પર જ રાખવામા આવી છે. પતરાની પેટીમાં કોઈ ભયજનક પદાર્થ કે વસ્તુ છે કે નહીં તેની તપાસ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવામાં આવી છે

(11:38 pm IST)