Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જાયવા-૨, ધ્રોલમાં સવારે દોઢ ઇંચ વરસાદ

પ્રથમ તસ્વીરમાં બગસરાનો મુંજીયાસર ડેમ, બીજી તસ્વીરમાં જસદણ-આટકોટમાં વરસાદ અને ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં વરસાદી પાણી નજરે પડે છે. (તસ્વીરઃ સમીર વિરાણી-(બગસરા), હુસામુદ્દીન કપાસી (જસદણ), ધર્મેન્દ્ર બાબરીયા-(ધોરાજી)

રાજકોટ,તા. ૨૨રૂ રાજકોટ સહિત સૌરાષ્ઠ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતારણ વચ્ચે આજે જામનગર જીલ્લાના જાયવામાં ૨ ઇંચ તથા ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ધ્રોલ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ રૂ ધ્રોલ ખાતે આજ સવારના ૬ વાગ્યાથી ૯  વાગ્યા સુધીમાં ૩૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૭૨૮ મી.મી. નોંધાયેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર રૂ જામજોધપુર, જોડિયા, અને લાલપુરમાં ઝાપટા વરસ્યા હતા. મહતમ તાપમાન ૩૨ ડિગ્રી, લઘુતમ ૨૬ ડિગ્રી, ૯૦ ટકા ભેજ અને ૧૧.૫ કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિ રહ હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ધોરાજીમાં કાલે બપોરે ૧૨ વાગ્યાએ થી રાત સુધીમાં દે ધનાધન ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા માસનો કુલ વરસાદ ૪૨ ઇંચ નદી નાળાઓ ઘોડાપુર આવ્યા છે. ખેતીને વ્યાપક નુકસાન થયેલ છે. અને કપાસ, મગફળી, સોયાબીન, તલ અને ડુંગળીના પાકને ખુબ જ નુકશાન થયેલ છે અને મોસમનો કુલ વરસાદ ૪૨ ઇંચ જેટલો થાય છે.

જસદણ

(હુસામુદ્દી કપાસી દ્વારા) જસદણ રૂ જસદણ આટકોટ પંથકના ૨૦ જેટલા ગામોમાં મંગળવારે દિવસ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા ભાદરવો સૌરાષ્ટ્રના કેટલાય ગોમાં ભલે ભરપુર રહ્યો પણ જસદણ આટકોટ પંથકના જળાશયોમાં હજુ નવા નીરથી આવક પણ થઇ નથી. ત્યારે મેઘરાજા ભડ જઇને વરસ અને જળાશયો વલકાવે એવી લોકોમાં પ્રાર્થના થઇ રહી છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરા રૂ સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે સવારે છ વાગ્યથી સાંજના ૬ વાગ્યા સુધીમાં સતત ૧૨ કલાક ધીમી ધારે બગસરામાં પડ્યો છે. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ મુંજિયાસર ડેમ ૬ સેમી જેટલો ઓવર ફલો થતા નદીમાં પુરના બેઠા પુલ તેમજ ઝાંઝરીયા વાળો રસ્તો પણ આવી જતા બંધ થયેલ છે.  

(11:08 am IST)