Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અરે ભઇલા...આ શું થયું? કેમ થયુ? નરસિંહભાઇ પઢીયારના પૌત્રના અવસાન અંગે નરેન્દ્રભાઇએ સાંત્વના પાઠવી

સી.આર. પાટીલ, વિજયભાઇ રૂપાણી સહિતનાએ યોગેન્દ્રસિંહ પઢીયારને ટેલીફોન કરીને દુઃખમાં સહભાગી થયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૨ : જૂનાગઢ ભાજપના પ્રદેશ અગ્રણી સ્વ. નરસિંહભાઇ પઢીયારના પૌત્ર અને યોગેન્દ્રસિંહ (યોગીભાઇ)ના પુત્ર ડો. મિલાપસિંહ યોગેન્દ્રસિંહ પઢીયાર (ઉવ.૨૨)નું તા. ૧૮ના રોજ રાજસ્થાન બોર્ડર પાસે ઉદયપુરથી ૭૦ કિમી ચારધામયાત્રાએ જતા હતા દરમ્યાન તેમની કારને સ્કોરપીયોએ ટક્કર મારતા  ડો. મિલાપસિંહ પઢીયારનું મૃત્યુ થયું હતું.

ડો. મિલાપસિંહ પઢીયયારના અવસાનથી કારડીયા રજપૂત સમાજ અને ભાજપના ટોચના નેતાઓથી માંડી કાર્યકરો સુધી ઘેરો શોક છવાયો છે. ત્યારે પઢીયાર પરિવાર ઉપર આવી પડેલ દુઃખની ક્ષણોમાં વડાપ્રધાન થી લઇ ભાજપના ટોચના નેતાઓએ ટેલિફોનિક વાતચીત કરી યોગીભાઇ પઢીયાર પરિવારને સાંત્વના પાઠવી હતી.

જેમાં ગઇકાલે સવારે સાડાદસ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગીભાઇ પઢીયાર પરિવારને ટેલિફોનીક વાતચીત કરી ૧૦ મીનીટ સુધી બનાવ અંગે દુઃખ વ્યકત કર્યુ હતું. શ્રી મોદીએ અરે ભાઇ શું થયું..કેમ થયું.. આખો બનાવ કઇ રીતે બન્યો તેની જાણકારી મેળવી યોગીભાઇએ તેમને જણાવેલ કે મિલાપસિંહ ઉદયપુર થી  તેના રૂમ પાર્ટનરને લઇને દિલ્હી પહોંચી તેના ભાઇ સાથે બાબા કેદારનાથ દર્શન કરવા જતા હતા દરમ્યાન આ દુઘર્ટના સર્જાય હતી આ બધી હકીકત જાણી શ્રી મોદીએ સૌને દિલાસો આપી હિમ્મત રાખવા કહ્યું અને માતૃશ્રીની તબીયત ખબર અંતર પૂછયા હતા. આ ઉપરાંત સી.આર. પાટીલ પુરૂષોતમ રૂપાલા, બ્રિજેશ મેરજા, મનસુખભાઇ માંડવીયા, વિજયભાઇ રૂપાણી, ભીખુભાઇઁ દલસાણીયા, દિલિપભાઇ સંઘાણી, વજુભાઇ વાળા તથા આઇ કે જાડેજા, સાંસદ રમેશ ધડુક સહિતનાએ ટેલિફોનીક સાંત્વના પાઠવી હતી તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જવાહરભાઇ ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા, રામભાઇ મોકરીયા, આર.સી. ફળદુ તેમજ રાજપુત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ કારડીયા રજપૂત સમાજના પ્રમુખ જશાભાઇ બારડ, લક્ષ્મણભાઇ પરમારઘ્, લક્ષ્મણભાઇ યાદવ ભાવનગર યુનિ.ના કુલપતિ ચાવડા વગેરેએ રૂબરૂ આવી દિલાસો આપ્યો હતો.

(11:43 am IST)