Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વાંકાનેરમાં જીનપરા, જગાતનાકા પાસે હાઇવે ઉપર અવાર ટ્રાફિક જામ સર્જાતા પ્રજાજનો પરેશાન

( હિતેશ રાચ્છ દ્વારા ) વાંકાનેર,તા.૨૨ : શહેર ના જીનપરા પાસે જગાત નાકા ચોકડી મા ત્રણ રસ્તા પડે છે  એક રસ્તો વાંકાનેર શહેર તરફ જાય છે , એક રોડ અહમદાવાદ હાઇવે જાય છે અને એક રોડ મોરબી , કચ્છ તરફ જાય છે  આ ત્રણ રસ્તા ઉપર ચોકડી ઉપર અવાર નવાર ટ્રાફિક જામ થઈ જાય છે  જ્યાં ટ્રાફિક પોઇન્ટ મા માણસો નો હોવાથી મંગળવારના સવારે  ૧૧:૩૦ કલાકે ત્રણેય બાજુ વાહનો આડેધડ ઉભા છે , મોટા ટ્રકો  રોગ સાઈડ નજરે દેખાય છે  આ ચોકડી ઉપર અવાર નવાર ટ્રાફિક જામ થતા પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ ચોકડી ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માત પણ થતા જ રહે છે જેથી વાંકાનેર જીનપરા હાઇવે ત્રણ રસ્તા ચોકડી ઉપર ટ્રાફિક કન્ટ્રોલ થાય અને  તેવી વાંકાનેર શહેર ના પ્રજાજનોની માંગણી છે ઉપરોકત તસ્વીર મંગળવાર ના સવારે  ૧૧:૩૦ ટ્રાફિક જામ થયેલ જેની તસ્વીર. 

(11:43 am IST)