Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દામનગરઃ દુધાળાની મુલાકાતે ડાયમંડ કિંગ સવજીચભાઇ ધોળકીયા

દામનગર : લાઠીના દુધાળા હેતની હવેલી ખાતે ડાયમંડ કિંગ રિવર મેન સવજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ પરિવારના મહેમાન બનતા અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઇ ડેર સહિત સ્થાનિક અગ્રણીઓએ પંચ ગંગા તીર્થની મુલાકાતે પધાર્યા હતા. લાઠીના દુધાળા હેતની હવેલી પંચગંગા તીર્થ ખાતે વોરંટ રાઈડની મજા માણતા સ્થાનિક અગ્રણી અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જીતુભાઇ લાઠી નગર પાલિકાના ભરતભાઈ પાડા સહિતના સ્થાનિક અગ્રણીઓએ રિવર મેન ડાયમંડ કિંગ હરેકૃષ્ણ એકસપોર્ટના સવજીભાઈ ધોળકિયાની હેતની હવેલીની મુલાકાતે પધાર્યા હતા અને સર્વોએ વોટર રાઈડની મજા માણી હતી. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર-દામનગર)

(11:48 am IST)