Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાયાવદર -ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ નુકશાની મુદ્દે મિટીંગ

 ઉપલેટાઃ ભાયાવદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદના કારણે થયેલ નુકસાની અંગે આજરોજ કડવા પાટીદાર સમાજ ખાતે ખેડૂતોની મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગમાં અંદાજે એક હજાર જેટલા ખેડૂતો હાજરી આપી હતી આ મીટીંગનો મુખ્ય હેતુ ગઈ તા ૧૩ ના રોજ ટુંક સમયમાં અતીભારે વરસાદ પડવાથી ખેડૂતોના ઉભા પાક અને ખેતરોના બંધ પારાનુ ધોવાણ થયુ છે અને મોજ નદીના પાણી ખેડૂતોના વાડીએ આવેલા મકાનમાં ભરાય જવાથી ખાતર બિયારણ તેમજ કિમતી વસ્તુ પાણી ભરાઈ જતાં બગળી ગયા છે તેનુ યોગ્ય રીતે સર્વે કરીને ખેડૂત ભાઈઓને નુકસાનીનુ વળતર આપવામાં આવે તેવી માંગણી સરકારશ્રીને કરવામાં આવી છે અને જે ખેડૂતની વાડી પાસે આવેલા ચેક ડેમ ટુટી ગયાં છે તે સરકારશ્રી દ્વારા તાત્કાલિક રીપેર કરવામાં આવે જેથી ખેડૂતોના શીયાળુ પાક માટે પાણીનુ તળ જળવાઈ રહે અને જયારે ખેડૂત ભાઈઓના ખેતરો ખાલી થાય ત્યારે સરકારી ખરાબાની જમીનમાં કે પડતર જમીનમાથી ખેડૂતો માટી ઉપાડીને પોતાના ખેતરમાં જે બંધ પારા ટુટી ગયા છે તેને રીપેર કરવા માટે માટી ઉપાળે ત્યારે સરકારી અધિકારીઓ ખોટી રીતે ખેડૂત ભાઈઓને હેરાન ન કરે અને આજની મીટીંગમાં સરકારશ્રી દ્વારા તાત્કાલિક નક્કી કરવામાં આવે કે વરસાદના કારણે થયેલ નુકસાનનુ સર્વે કરી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખેડૂતભાઈઓને સહાય આપવામાં આવે જેમા પ્રધાનમંત્રી ફસલવીમા યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તળે કે ખાસ પેકેજ જાહેર કરીને આની સહાય આપવામાં આવશે તે સરકારશ્રી તાત્કાલિક જાહેર કરે અને આજની મીટીંગમાં જો ચાલુ વર્ષે સહાયમા ખેડૂત ભાઈઓને અન્યાય કરવામાં આવસે તો સરકાર સામે ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે જેની નોંધ લાગતા વળગતા અધિકારીઓએ લેવી આ મીટીંગમાં ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી ઉપપ્રમુખ બધાભાઈ ખાંભલા કારોબારી સમિતીના અધ્યક્ષ મામંદભાઈ પટ્ટા સહકારી મંડળીના પ્રમુખ નટવરભાઈ મારસોણીયા ઉપપ્રમુખ જીતુભાઈ માકડીયા સહકારી મંડળીના સદસ્યો અનીલભાઈ રાડીયા જીવનભાઈ દલસાણીયા પુંજાભાઈ ચાવડા નગરપાલિકાના સદસ્યશ્રી શહેર કોંગ્રેસ પ્રમુખ નવનીતભાઈ ડેડકીયા મહામંત્રી જેન્તીભાઈ ભોજાણી તેમજ બહોળા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : ભરત દોશી-ઉપલેટા)

(11:49 am IST)