Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જુનાગઢ જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૪.૭૯ ટકાઃ સૌથી વધુ ૧૪૩ ટકા માંગરોળમાં

જુનાગઢમાં ૯૯.૯૦ ટકા મેઘ મહેર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રરઃ  જુનાગઢ જિલ્લામાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતા સીઝનનો કુલ વરસાદ ૧૦૪.૭૯ ટકા થયો છે. સૌથીવધુ ૧૪૩ ટકા વરસાદ માંગરોળમાં નોંધાયો છે.છેલ્લા ર૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં ૧૮૬ મીમી, વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં ગઇકાલના ૮૬ મીમી, જુનાગઢ ૩ર મીમ, ભેંસાણ ૧૭, માણાવદર ૮ મીમી અને વંથલીમાં ૧૧ મીમી બાદ આજે નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૪.૭૯ ટકા (૯૭૭૬ મીમી) નોંધાયો છે. જેમાં અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ ૧૪૩.૧૦ ટકા વરસાદ  માંગરોળ ખાતે નોંધાયો છે.

જયારે જુનાગઢમાં ૯૯.૯૦ ટકા, કેશોદ ૧૦૩.૭૪ ટકા, ભેંસાણ ૮પ.ર૮ ટકા, મેંદરડા ૮પ.૩૬ ટકા, માણાવદર ૧૧૪.૮૯ ટકા, માળીયા હાટીના ૧૦૧.૧૭ ટકા, વંથલી ૯૮.૭૪ ટકા અને વિસાવદર ખાતે સીઝનનો કુલ વરસાદ ૧૧૪.૬૮ ટકા થયો છે. દરમિયાન આજે સવારથી જિલ્લાભરમાં ધુપછાંવ વાતાવરણ પ્રવર્તે છે.

(11:51 am IST)