Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ડો.ભરતભાઇ બોઘરા યુવા ગૃહમંત્રીની મુલાકાતે

 જસદણ : જસદણ વીંછિયાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરત બાઘરાએ ગાંધીનગર સચીવાલય ખાતે ગુજરાત સરકારના નવનિયુકત યુવા ગૃહરાજયમંત્રી ડો. હર્ષ સંઘવીની શુભેચ્છા મુલાકાત કરી હતી આ સમયે નવનિયુકત યુવા ગૃહ રાજયમંત્રી ડો. હર્ષ સંઘવી ગુજરાત પ્રદેશ ભાજપના યુવા ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાને રીતસર ભેટી પડયા હતા તે સમયની નવનિયુકત યુવા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તથા યુવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોઘરા તસવીરમાં નજરે પડે છે આ સમયે પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા પણ સાથે રહ્યા હતા અને રાજયના મંત્રી મંડળની યુવા ગૃહરાજયમંત્રી ને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા અંતમાં ગૃહરાજયમંત્રી ડો.હર્ષ સંઘવીને ડો.ભરતભાઇ બોઘરાએ રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને આમ પ્રજાને કોઇ કનડગત ન થાય અને શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે અને લોકોમાં કોઇ જાતનો ડર ભય ન રહે તેવી નવનીયુકત ગૃહરાજયમંત્રી ડો સંઘવીને ડો બાઘરા એ કોટી કોટી શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:52 am IST)