Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સાવરકુંડલા : કુંકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

સાવરકુંડલા, દામનગર, તા. રર :  નાયબ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે ત્રીજી વખત રવજીભાઈ લખમણ ભાઈ પાનસુરીયાને  બિન હરીફ  ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ  લોધણવદરાને બીજી વખત  બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ચૂંટણીમાં ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેકટરો જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર બિન ખેતી વિષયક  રતિભાઈ ઠુંમર વ્યકિત સભ્ય રવજીભાઈ પાનસુરીયા નાજાપુર સેવા સહકારી મંડળી રવજીભાઈ પાઘડાળ બરવાળા બાવળ સેવા સહકારી મંડળી ભગવાનભાઈ ચૌહાણ ખજુરી પીપળીયા સેવા સહકારી મંડળી વનરાજભાઈ  બસિયા હનુમાન ખીજડીયા સેવા સહકારી મંડળી  વિઠ્ઠલભાઈ લોધણવદરા મોટા મુંજીયાસર  સેવા સહકારી મંડળી જસરાજ ભાઈ નાગાણી બાટવા દેવળી  સેવા સહકારી મંડળી ભનુભાઈ કાછડિયા નવા વાઘણીયા સેવા સહકારી મંડળી લાખાભાઈ પદમાણી દેવગામ સેવા સહકારી મંડળી વિનુભાઈ વેગડ લુણીધાર સેવા સહકારી મંડળી પ્રાગજીભાઈ કાછડીયા વાવડી રોડ સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ કાવાણી હડાળા સેવા સહકારી મંડળી હાજર રહેલ જેમાં લાઠી બાબરાના ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ અમરેલી જિલ્લા અને  કુકાવાવ તાલુકાના કોંગ્રેસના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે તેમજ આ સંઘની પ્રગતિમાં વિરજીભાઇ ઠુંમર નો કાયમી પૂરતો સહયોગ મળેલ છે.(તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી (સાવરકુંડલા વિમલ ઠાકર, દામનગર)

(12:52 pm IST)