Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજયના લુંટ, ધાડ તથા ઘરફોડ ચોરી જેવા પાંચ ગુનાઓમાં ૧૦ વર્ષથી ફરાર આંતર જિલ્લા ગેંગના મુખ્ય આરોપીને રાજકોટના ન્યારા ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર, તા., ૨૨: જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલસીબીના ઇન્ચાર્જ  પો.ઇન્સ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગરનાઓને બાતમી મળેલ કે પંચમહાલ જીલ્લામાં લુંટ, ધાડ તથા ઘરફોડ ચોરી જેવા અલગ અલગ પ (પાંચ) જેટલા ગંભીર ગુનાઓમાં છેલ્લા ૯ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રતન ગોબરભાઇ ભુરીયા હાલ રાજકોટ બાજુમાં ન્યારા ખાતે રહેતો હોવાની બાતમી આધારે ન્યારા ખાતેથી સદરહું હકીકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.

આ કામગીરી સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, રાજેશભાઇ સુવા, મહીપાલભાઇ સાદીયા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ. મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલસીબીના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

પુરગ્રસ્ત લોકોને મદદ કરવા અપીલ

રંગુનવાલા ટ્રસ્ટની એક યાદી જણાવે છે કે હાલ પુરમા આવેલ પાણીથી છતનશાહ, લાલખાન જેવા ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબોના ઘરમાં આઠ-આલઠ ફુટ પાણી ઘુસી જતા ઘરની તમામ ઘરવખરી પુરમાં તણાઇ ગઇ છે. આ વિસ્તારના લોકો સાવ નિરાધાર અને નિસહાય બની ગયા છે. આવા લોકોને શકય એટલી સહાય રંગુનવાલા ટ્રસ્ટ તરફથી આપવાનું શરૂ છે. સહાયમાં કપડા-અનાજ-ઘરવખરીનો સમાન વગેરે તો જુના કપડા-રજાઇ-ઠામ જે હોય તેની મદદ રંગુનવાલા ટ્રસ્ટ હોસ્પીટલમાં પહોંચાડવા અરજ છે. અગર રપપ૮૭૪ટ અથવા મો. ૭૭૭૮૯ ૯૩૪૬પ ઉપર ફોન કરશો. કાર્યકર આવીને ઘરેથી કપડા -ઠામ-અનાજ વગેરે લઇ જશે.

આંખનો વિનામુલ્યે કેમ્પ

રંગુનવાલા ટ્રસ્ટની એક યાદી જણાવે છે કે ગુરૂવાર તા.ર૩-૯-ર૦ર૧ સવારના ૯ વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ રંગુનવાલા સાર્વજનીક ટ્રસ્ટ, શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ તથા જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી જામનગરના સહયોગથી રંગુનવાલા હોસ્પીટલમાં યોજવામાં આવેલ છે.

રંગુનવાલા ટ્રસ્ટ તરફથી રંગુનવાલા હોસ્પીટલમાં દર ગુરૂવારે સવારે ૯ થી ૧૧.૩૦ ની વચ્ચે આંખના વિના મુલ્યે કેમ્પ યોજાય છે. તેમાં ઓપરેશન કરાવનાર દરેક દર્દીએ બતાવવા આવવાનું રહેશે.

(12:54 pm IST)