Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પોરબંદરઃ રપ૦ કરોડના ડ્રગ્સમાં ૭ ઇરાનીઓને ૧૪ દિ'ની રિમાન્ડ

ડ્રગ્સ કયાંથી લાવવામાં આવ્યુ..?, કયાં ડિલીવરી કરવાની હતી.? ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલ : ? વગેરે પુછપરછ કરાશે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.રર : અરબી સમૃદ્રમાંથી રપ૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલ ૭ ઇરાનીઓને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજાુ કરતા કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજાુર કર્યા છે.

અરબી સમૃદ્રમાં જુમા હુસેન નામની ઇરાની બોટમાં રપ૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ૭ ઇરાની ખલાસીઓને કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે ઝડપી લીધા અને પોરબંદર લઇ જઇને પ્રાથમીક પુછપછ કરી હતી. ઇરાનીઓ ડ્રગ્સ કયાં લાવવામાં આવ્યું...?, કયા  ડિલીવરી કરવાની હતી...? ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય કોણ કોણ સામેલ હતું...? વગેરે વિગતો મેળવવા ઇરાનીઓને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા પોરબંદર કોર્ટે સાતેય ઇરાનીઓની ૧૪ દિવસની રિમાન્ડ મંજુર કરી છે.

સાતેય ઇરાનીઓને ડ્રગ્સના ગુન્હામાં પોરબંદર લાવ્યા બાદ નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે. કોર્ટમાં સરકારી વકીલ એસ.પી.પરમારની દલીલો ધ્યાને રાખીને સાતેય ઇરાનીઓની ૧૪ દિવસની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે. મોટે ભાગે દરિયામાં ઝડપાતા નશીલા પદાર્થની કિંમત આંતરરાષ્ટ્રીય કક્ષાની ગણવામાં આવે છે. ભારતમાં આવા ડ્રગ્સની કિંમત ઓછી ગણવામાં આવે છે.  જાણકારોના મતે જે હદમાંથી ડ્રગ્સ પકડાય જે દેશની કિંમત રાખવામાં આવે તો ગુમરાહ થવું ન પડે.

(12:58 pm IST)