Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ધોરાજીના પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિરમાં સફુરા નદીનું પ ફૂટ પાણી મંદિરમાં ઘુસી ગયું અને શિવજીને જલાષિેક

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના જામકંડોરણા રોડ ઉપર આવેલ સફુરા નદીને કાંઠે પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે આવતા ૫ ફૂટ પાણી નદીમાંથી બહાર નીકળી મંદિરના પરિસરમાં ઘૂસી ગયું હતું આ સમયે આશ્રમના મહંત મહામંડલેશ્વર શ્રદ્ધાનંદગીરીબાપુ એ જણાવેલ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધોરાજીમાં ભારે વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે આવી છે ત્યારે સફુરા નદી ઓવરફ્લો થઈ હતી અને એ નદીનું પાણી મંદિરમાં ઘૂસી ગયું હતું અને આશ્રમમાં શ્રી પંચનાથ મહાદેવ મંદિરના ભાગમાં ચારથી પાંચ ફુટ પાણી  અંદર આવી જતા શિવજીનો અભિષેક જલાભિષેક ભગવાન પંચનાથ મહાદેવ ને મેઘરાજાએ પણ કરી આપ્યો હતો. મંદિરના પરિસરમાં ચારથી પાંચ ફૂટ પાણી ઘુસી જતા કોઈ જાનહાનિ કે કોઈ મુશ્કેલી ન હતી તેવું બાપુએ જણાવ્યું હતું પરંતુ બાપુના આશ્રમ ગણાતા પંચનાથ મહાદેવ મંદિરના ભવનમાં રસોડામાં બેઠક વ્યવસ્થામાં પાણી ઘુસી જતા મોટી નુકશાની પણ જોવા મળી રહી છે.

(1:02 pm IST)