Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સોેનો સન્માન : વડાપ્રધાનના જન્મદિવસે ૯પ% વેકસીનેશનની કામગીરી

ટંકારાઃ બાલાજી પોલિપેક પ્લાસ્ટ ના માલિક જગદીશભાઈ અમરશીભાઈ પનારા પ્રમુખ  સૌરાષ્ટ્ર પોલિપેક એસોસિએશનના સૌજન્યથી ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓનો સન્માન સમારોહ સંસદ સભ્ય   મોહનભાઈ કુંડારિયા ના મુખ્ય મહેમાન પદે યોજાયેલ.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ટંકારા તાલુકાનો વેકિસનેશન નો  ૪૫૦૦ નો ટાર્ગેટ અપાયેલ.તે સામે ૪૨૬૦ વ્યકિતઓને વેકિસન આપી આરોગ્ય કર્મચારીઓ એ ૯૫્રુ કામગીરી કરેલ છે. પનારા એ જણાવેલ કે મોહનભાઈ કુંડાળિયા તથા દુર્લભજીભાઈ દેથરિયા ના માર્ગદર્શન મુજબ ઉદ્યોગપતિઓએ માદક,જરૂરી દવાઓ તથા કીટનું વિતરણ કરેલ.  ટંકારા તાલુકામાં કોરોના કાળ માં ટંકારા તાલુકાના  ડોકટરો ,આરોગ્ય સ્ટાફ, ૧૦૮ ની ટીમ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.એસ.આઇ, તથા તેમના સ્ટાફ, સરપંચો સામાજિક સંસ્થાઓ દર્દીઓને ઓકિસજનના બાટલાઓ, દવાઓ, સારવાર પૂરી પાડવામાં મદદરૂપ બનેલ છે કચ્છ કાઠીયાવાડ ગુજરાતના ગિરાસદાર એસોસિએશન ના પ્રમુખ ધ્રુવકુમારસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ ડેથરિયા દ્વારા  અભિનદન  અપાયેલ કુંડારિયા દ્વારા સુપરવાઇઝર હિતેશભાઈ કે.પટેલ તથા આરોગ્ય કર્મચારીઓ નું સન્માન કરાયેલ. આ કાર્યક્રમમાં  કૃભકો ન્યુ દિલ્હી ડાયરેકટર મગનભાઇ વડાવીયા, apmc મોરબીના પ્રમુખ ભવનભાઈ ભાગ્યા દુર્લભજીભાઈ દેથરિયા, ધ્રુવકુમારસિંહ જાડેજા ,મોરબી કલોક એસોસિએશન ના શશીકાંતભાઈ દંગી, મામલતદાર નરેન્દ્ર ભાઈ શુકલા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા ના વરદ હસ્તે કોરોના વોરિયર્સ નું શિલ્ડ તથા મોમેન્ટો આપી સન્માન કરાયેલ. કોરોના કેર સેન્ટર શરૂ કરનાર દેવકુવરબા શૈક્ષણિક સંપૂર્ણ સંકુલ ના બેચરભાઈ તથા ઓકિસજનના બાટલાઓ ની સેવા આપનાર આર્ય વિદ્યાલય ના મેહુલભાઈ કોરિંગા ની  તથા ૧૦૮ ટીમના સ્ટાફનું સન્માન કરાયેલ. ટંકારાના મેડિકલ ઓફિસર ડોકટર વાસુદેવભાઇ ચીખલીયા ડોકટર આદિત્ય દવે ડોકટર રાધિકા બેન વડાવીયાનું પનારા ના હસ્તે સન્માન કરાયેલ. કોરોના કાળમાં દિવસ રાત કામગીરી કરનાર ટંકારાના પી.એસ.આઇ બી. ડી પરમારનું કુંડારીયા તથા પનારા ના હસ્તે સન્માન કરાયેલ.  આરોગ્ય કર્મચારીઓ દ્વારા પનારાનું સાલ ઓઢાડીને સન્માન કરાયેલ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, કિરીટભાઈ અંદરપા, પ્રભુલાલ કામરીયા, સંજયભાઈ ભાગ્યા, રૂપસિંહ ઝાલા, અમરશીભાઈ પનારા, પોપટભાઈ કગથરા, માજી સરપંચના કાનાભાઈ ત્રિવેદી, દિનેશભાઈ વાંધરીયા, વલમજીભાઈ રાજપરા, અશોકભાઈ, હિતેશભાઈ ગાંધી, સુકેતુ રાવલ, દેવેન્દ્ર પનારા વિગેરે ઉપસ્થિત રહેલ. સંચાલન સાહિત્ય કલાકાર ભરતભાઈ વઘાસીયાએ કર્યુ હતું. (તસ્વીર : અહેવાલ : હર્ષદરાય કંસારા-ભાવિન સેજપાલ-ટંકારા)

(1:02 pm IST)