Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કબડ્ડી-બેડમિન્ટનમાં ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતી લાવતા મોરબીના બે ખેલાડીઓ

 મોરબી :  જિલ્લાના લોકોની છાતી ગજ-ગજ ફૂલી જાય તેવા ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જો કે અત્યાર સુધી દેશ અને વિદેશમાં મોરબીની ઉધોગ સાહસિકતા તરીકે જ ઓળખ હતી.પરંતુ દેશ અને વિદેશના લોકોને આ માનસિકતા બહાર આવવા મોરબી જિલ્લાના રમતવિરોએ મજબુર કર્યા છે. જેમાં રમતગમત ક્ષેત્રે અગાઉ બહુ જ ઓછું પ્રદાન ધરાવતા મોરબી જિલ્લાએ હવે રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જબરું કાઠું કાઢ્યું છે. તાજેતરમાં નેપાળ ખાતે અંતરરાષ્ટ્રીય સ્તરની કબડ્ડી અને બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના બે રમતવીરો આદિત્ય શેરસિયા અને જસ્મિન મનીષભાઈ પટેલે સમગ્ર ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બન્ને રમતવીરોએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું અને આદિત્ય શેરસિયાએ કબડ્ડીમાં તેમજ જસ્મિન મનીષભાઈ પટેલે બેડમિન્ટનમાં દેશ તરફથી રમી ને દેશ માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ બન્ને રમતવીરો દેશનું નામ રોશન કરતા મોરબી જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

(1:03 pm IST)