Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સરકારી પોલીટેકનિકલ કોલેજના વિદ્યાર્થીઓએ મોરબીમાં નેત્રમ સેન્ટરની લીધી મુલાકાત વિદ્યાર્થીઓને VISWAS પ્રોજેક્ટ અંગે કરાયા માહિતગાર.

મોરબી :  એન્જિનીયરિંગ વિદ્યાર્થીઓના કારકિર્દીના ભાગરૂપે મોરબીની સરકારી પોલીટેકનિકલ કોલેજ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વડા તેમજ ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ 70 વિદ્યાર્થીઓએ VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર – નેત્રમની મુલાકાત લીધી હતી.

પીએસઆઇ પી. ડી. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને નેત્રમ ટીમની કામગીરીથી વાકેફ કરાવાયા હતા. જેમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનો ક્રાઇમ ડીટેકશન એન્ડ પ્રિવેન્શનમાં ઉપયોગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને કોન્ટ્રોલમાં કેમેરાની ઉપયોગિતા, ઇ ચલણ અંગેની સમજ, નેત્રમમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ સોફ્ટવેર જેવાકે ICMS, IVMS, ITMS ની ઉપયોગિતા, નેત્રમ સર્વર , નેત્રમ ઇકવિપમેન્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી વાહનોમાં GPS ni ઉપયોગિતા તેમજ a અંગેના VTMS સોફ્ટવેરની સમજ આપવામાં આવી હતી.

(2:13 pm IST)