Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મોરબી નેત્રમ પોલીસ ટીમની સરાહનીય કામગીરી રસ્તા પર પડી ગયેલો ફોન મૂળ માલિકને સોંપાયો.

મોરબી :વિશ્વાસ પ્રોજક્ટ અંતર્ગત મોરબી શહેરના જાહેર માર્ગ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેની મદદથી અનેક સમસ્યાનું નિવારણ લાવવામાં આવી રહ્યું છે. ત્યારે આવા જ એક કિસ્સામાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ,નેત્રમ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી રસ્તા પર ખોવાયેલો ફોન મૂળ માલિક સુધી પહોચાડવામાં આવ્યો હતો.
મહેન્દ્રનગર ચોકડીથી પીપળી ગામ તરફ બાઈક લઈને જતા વિશાલ ભાઈનો ફોન ખિસ્સામાંથી રસ્તા પર પડી ગયો હતો. આ ઘટનાની જાણ વિશાલભાઈએ ટેકનિકલ સેલ મોરબી નેત્રમ પોલીસમાં કરી હતી. આ અંગે નેત્રમ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી મારફતે જે ઈસમ ફોન લઈ ગયો હતો. તેના વાહન નંબર દ્વારા સંપર્ક કરી તે ઈસમ પાસેથી ફોન લઈને મૂળ માલિકને પરત કરાયો હતો. રેડ મી નોટ -8 ફોન પરત મળતા વિશાલ મકવાણાએ નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(2:15 pm IST)