Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા એક અનોખો પ્રયાસ

પ્રેક્ટીકલી સરગવાનું મહત્ત્વ સમજાવી તેવી કુપોસણમાં મહત્ત્વ સમજાવતો કાર્યક્રમ યોજ્યો.

મોરબી :  સરગવાના પાનને વિવિધ વાનગી માં ઉપયોગ કરીને ખોરાક લેવામાં આવે તો કુપોષણ દૂર કરી શકાય છે.

   આ સરગવો 300 જેટલા રોગમાં ઉપયોગી છે. સરગવાના પાન માં દૂધ કરતા ૧૪ ગણો વધારે કેલ્શિયમ તથા પાલક કરતાં 9 ગણો વધારે આર્યન હોય છે અને તેમાં ઘણું બધું પોષક તત્વો હોવાથી તેનો ઉપયોગ મહિલાઓ તથા બાળકો કરે તો શરીરના પોષણ માં મદદરૂપ થાય છે..   આ પ્રોજેક્ટમાં ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામી એ સરગવાના પાન માંથી સુખડી સરગવા ના થેપલા તેમજ સરગવાના મુઠીયા જેવી વાનગી પોતાના ઘરે બનાવીને આંગણવાડીના બહેનોને તેમજ ક્લબના હાજર રહેલા મેમ્બરો ને ટેસ્ટ કરાવી તેમની સમજણ પૂરી પાડી હતી.. સરગવો બધી જગ્યાએ મળે છે અને સહેલાઇથી મળી શકે છે કોઈપણ જાતના ખર્ચ વગર તમે શરીરની તંદુરસ્તી વધારવા માટે ઉપયોગ કરી શકો છો..

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ સેક્રેટરી મયુરીબેન કોટેચા વાઇસ પ્રેસિડન્ટ રંજનબેન સારડા ટ્રેઝરર પુનિતા બેન છાયા પ્રજ્ઞાબેન ગોસ્વામી મનિષાબેન ગણાત્રા ચેતનાબેન પાંચાલ નિશાબેન રેખાબેન મોર તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(4:44 pm IST)