Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મોરબીના ઉદ્યોગકારો માટે તા. ૨૫ના રોજ એક્સપોર્ટર કોન્કલેવનું આયોજન

DGFT રાજ્કોટ તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર- મોરબી અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ફ્રી એક્સપોર્ટ કોન્કલેવ

મોરબી : ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે તમામ જિલ્લા ખાતે Exporters Conclave કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
જે અંતર્ગત DGFT રાજ્કોટ તેમજ જીલ્લા ઉધોગ કેન્દ્ર- મોરબી અને મોરબી સિરામીક એશોસીએશનનાં સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે ફ્રી એક્સપોર્ટ કોન્કલેવ નુ આયોજન તા.૨૫/૦૯/૨૦૨૧ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે હોટેલ The Fern Residency ખાતે કરેલ છે. જેમાં નિકાસને લગતી બાબતોના વિવિધ નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમજ જિલ્લાના નિકાસકારોને નિકાસને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.
જે કોન્કલેવમાં મોરબી જિલ્લામાં ઉત્પાદિત થતી અને વિદેશમાં નિકાસ થતી, વિવિધ પ્રકારની પ્રોડ્ક્ટસ જેમ કે સિરામીક ટાઇલ્સ, સેનેટરીવેર્સ, પીવીસી પાઇપ, પીવીસી ટેન્ક, પીવીસી રીસાયકલ સીટ, પોલીપેક, લેમીનેટસ, પેપર, ઘડીયાલ, ગીફટ આર્ટીકલ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા હોય તેમના માટે આ Conclave યોજવામાં આવનાર હોય, સૌ ઉધોગકારોને ઉક્ત Conclaveમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે. આ Conclave નો કોઈ ચાર્જ લેવામા આવનાર નથી અને જો કોઇને તેઓની પ્રોડ્ક્ટસનું ડીસ્પલે કરવું હોય તો તેનો પણ કોઈ ચાર્જ લેવામા આવનાર નથી. જેની પણ નોંધ લેવી.
આ Conclave માં ભાગ લેવા માટે નોંધણી કરવા નીચે દર્શાવેલ લીંકમા રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. એક્સપોર્ટ મા રસ ધરાવનાર તમામ લોકો ને આ Conclave નો લાભ લેવા અપીલ છે.
રજીસ્ટ્રેશન લીંક : https://docs.google.com/forms/d/1jMhpsxaWWXZZVxejq

(2:27 pm IST)