Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જસદણના કમળાપુરમાં જુગાર રમતા ૧૪ પતાપ્રેમીઓ પકડાયાઃ ભાડલા પોલીસનો દરોડો

ઉપલેટામાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૪ બાજીગરો ઝડપાયા

રાજકોટ તા. રરઃ જસદણના કમળાપુર ગામે ભાડલા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧૪ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

કમળાપુર ગામે અમીત જેરામભાઇ વડાળીયાના વાડીના શેઢે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પી.એસ.આઇ. એચ. ડી. હિંગરોજા તથા હેડ કો. વલ્લભભાઇ બાવળીયા સહિતના સ્ટાફે રેઇટ કરી જુુગાર રમતા (૧) જયદીપ પ્રવિણભાઇ સોલંકી રહે. હાથસણી (ર) અજય કાળુભાઇ રેથળીયા રહે. લાલાવદર, (૩) વિજય નાજાભાઇ ચાવડા રહે. ભાડલા, (૪) વિજય ઉર્ફે ડીંડલી જશાભાઇ વાઘેલા રહે. ભાડલા, (પ) કલા બીજલભાઇ સાંકળીયા રહે. નવાગામ તા. ચોટીલા, (૬) અમીત જેરામભાઇ વડાળીયા રહે.કમળાપુર, (૭) રત્ના કડવાભાઇ વાવડીયા રહે. કમળાપુર, (૮) રાજુ મીઠાભાઇ બાવળીયા રહે. મોણપર તા. ચોટીલા, (૯) કાનજી નાનજીભાઇ સાકીરયા રહે. કમળાપુર, (૧૦) માનસીંગ લવજીભાઇ રહે. કમળાપુર, (૧૧) જેન્તી વેલાભાઇ રામાણી રહે. કમળાપુર, (૧ર) ભીખુ વીરજીભાઇ સરવૈયા રહે. કમળાપુર (૧૩) મુકેશ જીવાભાઇ પરમાર રહે. દીહંસરા તથા (૧૪) પ્રદિપ ઉકાભાઇ બાંભણીયા રહે. કમળાપુર તા. જસદણ ને રોકડા રૂ. ૩૬,૭૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ ઉપલેટામાં નટવર રોડ, સહીદા બેકરી વાળી શેરીમાં સલીમ ઓસમાણભાઇ હિંગોરાના કબ્જા ભોગવટાના મકાનમાં જુગાર રમાતો હોવાનીબ ાતમી મળતા હેડ કો. ભાવેશભાઇ બોરીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા મકાનના માલીક (૧)  સલીમ (ર) યાસીન ઉર્ફે વકાર કમરૂદીન ઢાંકવાલા રહે. ઉપલેટા, ગાંધી ચોક દેના બેંક સામે, (૩) ઇમરાન હુશેનભાઇ સમા રહે. ગામ-હાડફોડી તા. ઉપલેટા તથા (૪) જાકીર હનીફભાઇ વીરાણી રહે. ઉપલેટા પંકજ વેરાયટીવાળી શેરી સસ્તા અનાજની દુકાન સામે ને રોકડા રૂ. ર૯,૧૮૦ અને ત્રણ મોબાઇલ મળી કુલ પ૯,૧૮૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. 

(3:07 pm IST)