Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ખંભાળીયામાં યુવકે ઝેરી દવા પીધીઃ પોલીસનો ત્રાસ હોવાનો વિડીયો વાયરલ કર્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં રહેતા ધર્મેશભાઇ તન્ના (ઉ.ર૩) એ ઝેરી દવા પી લેતા તેમને ખંભાળીયા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગર જી. જી. હોસ્પિટલમાં ખસેડેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામ ખંભાળિયા શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવાને ઝેરી દવા ગટગટાવી હતી.

ઝેરી દવા ગટગટાવા પૂર્વે યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો પોલીસના ત્રાસને કારણે દવા ગટગટાવી હોવાનું ખુલ્યુ છે.

યુવાને દવા પી લેતા જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો  જામખંભાળિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યો છે. 

(3:49 pm IST)