Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રણમાં રસીકરણ : ઝીંઝુવાડા રણમાં વચ્છરાજ બેટમાં ગોઠણડૂબ પાણીમાં 33 વ્યક્તિઓનું વેક્સિનેશન કરાયું

વેરાન રણમાં આવેલી વાછડાદાદાની જગ્યામાં રહેતા લોકોના વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર :  ભારે વરસાદની સાથે રૂપેણ, બનાશ અને સરસ્વતિ નદીનું પાણી રણમાં ઠલવાતા હાલ રણ મીની સમુદ્રમાં ફેરવાયેલું છે. ત્યારે પાટડી પ્રાંત કલેક્ટર અને મામલતદારના અથાગ પ્રયત્નથી રણમાં ચિક્કાર પાણી વચ્ચે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં ઝીંઝુવાડા રણમાં વચ્છરાજબેટમાં ઘૂંટણસમા પાણીમાં 33 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ.

   ઝીંઝુવાડાથી 23 કિ.મી.દૂર આવેલા વેરાન રણમાં આવેલી વાછડાદાદાની જગ્યામાં રહેતા લોકોના વેક્સીનેશનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ અને મામલતદાર કે.એસ.પટેલ અને બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણના અથાગ પ્રયત્નો બાદ આરોગ્ય વિભાગની ટીમેં ઝીંઝુવાડા રણમાં ઘૂંડણસમા પાણીમાં જઇને કુલ 33 લોકોને કોરોના વેક્સિનેશનનો ડોઝ આપી માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કર્યું  છે

(9:49 pm IST)