Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેરાવળ ફિશરીઝ કોલેજના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા પેન ડાઉન

પ્રભાસ પાટણ:  કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેરાવળ ફિશરીઝ કોલેજના અધ્યાપકો દ્વારા પડતર માંગો સંદર્ભે કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. કામધેનુ યુનીવર્સીટી અધ્યાપક હિત રક્ષક સમિતિ (ગુજરાત) ના સભ્યો વતી કુલપતિશ્રી તથા યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વિવિધ સેવાકિય પ્રશ્નો પૈકી સાતમાં પગારપંચના લાભો, કેરિયર એડવાન્સમેન્ટ સ્કિમના લાભો અને એનપીપીએ સાથે સાતમાં પગારપંચ મુજબ ૨૦ ટકા એન.પી.પી.એ આપવા બાબતે છેલ્લા બે વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઇપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવેલ ન હોવાથી અધ્યાપકો દ્વારા પેન ડાઉન (કલમબંધી) કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ૨૫ સપ્ટેમ્બરથી ધરણાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે એવું કામધેનુ યુનીવર્સીટી અધ્યાપક હિત રક્ષક સમિતિ (ગુજરાત) ના કોલેજ ખાતેના પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવેલ છે

   
 
(12:16 am IST)