Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પૂર્વ અને પશ્ચિમ કચ્છના રણકાંધીના ગામોમાં કપાસ જેવો પદાર્થ વરસતા કૌતુક સાથે ભય

ફાયર જેટ વિમાનોની ધણધણાટી બાદ કપાસ જેવો પદાર્થ વરસ્યો : સતત આંચકાઓ વચ્ચે લોકોમાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : પૂર્વ અને પશ્ચિમ કચ્છના રણકાંધીના ગામોમાં ગઇકાલે વરસેલા કપાસ જેવા પદાર્થને કારણે લોકોમાં કૌતુક સાથે ભય ફેલાયો છે. બપોરે એકાદ વાગ્યાના સમયે આકાશમાં બે ફાયર જેટ વિમાનોની ધણધણાટી ના અવાજ બાદ આકાશમાંથી કપાસ જેવો ચીકણો પદાર્થ લોકોના ઘરો, જમીન, ઝાડ અને પશુઓ ઉપર વરસ્યો હતો.

પશ્ચિમ કચ્છના રણ વિસ્તારમાં આવેલા સુમરાપોર અને પૂર્વ કચ્છના રણ વિસ્તારમાં આવેલા ખડીર આસપાસના ગામોમાં વરસેલા કપાસ જેવા પદાર્થને હાથમાં મસળતાં જ તે રેતી જેવો થઇ જતો હતો.

૩૫ થી ૪૦ કીમી વિસ્તારમાં ઉડેલા આ રૂ.ના ફોરા જેવા પદાર્થનું કારણ જેટનો ધુમાડો, ઝાકળનો વરસાદ અથવા તો કંપનીઓના પોલ્યુશનનો ધુંવો હોવાના તર્ક વિતર્કો વચ્ચે આ બાબતથી વહીવટીતંત્ર અજાણ રહ્યું હતું.

(11:34 am IST)