Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મોરબી કંડલા હાઇવે પર છરી બતાવી સવા ચાર લાખની લૂંટ

ચાર વ્યકિતઓ પાસેથી ત્રણ લૂંટારૂઓએ લૂંટ ચલાવીઃ મોબાઇલ લઇ ગયાઃ કારના કાચ તોડયાઃ એક આરોપી હાથ વેંતમાં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૩: મોરબીના અમરેલી ગામના પાટીયા પાસેથી ગત રાત્રીના ત્યાંથી પસાર થતા વાહનચાલકોન ૩ શખ્સો છરી બતાવી લૂંટ ચલાવતા જો કોઈ વિરોધ કરે તો હુમલો કરતા જેમાં ૪ વ્યકિતઓ પાસથી આ લૂંટારાઓએ રૂપિયા ૪.૨૧ લાખની લૂંટ ચલાવી છે તો એક વ્યકિતને છરી લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો દ્યટનાની જાણ થતા પોલીસની ટિમ દોડી ગઈ હતી અને લૂંટરાઓન ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે તો એક આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર રહેતા પંકજભાઈ પ્રભુભાઈ બાવરવા એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો વિમલેશ ભત્રીજો નેકસા પેપરમિલમાં કરીણીયાની દુકાન ચલાવીએ છીએ અને ગઈકાલે દુકાન હિસાબના રૂપિયા ૪ લાખ હતા જે બેગમાં ભરી બને અલગ અલગ બાઇક પર મોરબી કંડલા વાળા રોડ પરથી રાત્ત્।ે અંદાજે પોણા દસ વાગે પસાર થઈ રહ્યા હતા તયારે અમરેલી ગામ નજીક ટ્રાફિક જામ હોવાથી હું ત્યાં ઉભો રહ્યો હતો ત્યારે એક શખ્સ મને છરી બતાવી મારી પાસે રહેલો રૂપિયા ૪ લાખ ભરેલો થેલો લૂંટી લીધો અને મને છરી મારવા આવત હું ખેતરમાં ભાગી ગયો હતો અને આ છરી વાલા સાથે રહેલા અન્ય શખ્સોએ બીજા વાહનચાલકો સાથે માથાકૂટ કરતા હતા તરત જ મેં સાઈડમાં જઈને પોલીસને ફોન કર્યો ત્યાં મારો ભત્રીજો વિમલેશ પણ ભેગો થયો તો આ શખ્સોએ તેનો મોબાઈલ રૂપિયા ૫ હજાર લૂંટી લીધો તો શખ્સોએ રોહિત દયાલજી પટેલ ને પણ છરી મારી એની પાસેથી રૂપિયા ૬૪૦૦ લુટ ચલાવી હતી તેમજ નવનીત નાનજીભાઈ ના બે મોબાઈલ કીમિત રૂપિયા ૧૦ હજાર લુટી લીધા તેને માથામાં ઈજા કરી હતી આમાં આ ત્રણ લુટારોએ ચાર વ્યકિતઓ પાસેથી રૂપિયા ૪.૨૧ લાખની મતની લુટ ચલાવી હતી તો લુટારોએ એક કારના કાચા તોડ્યા હતા તો પોલીસે ફરિયાદ નોધી આરોપીને ઝડપવ કાર્યવાહી હાથ ધરી છે તો લુટમાં એક આરોપી પોલીસના હાથવેતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે.

(11:35 am IST)