Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગોંડલ-જેતપુર તથા ઉપલેટામાં વરલીનો જુગાર રમાડતા ચાર શખ્સો પકડાયા

રાજકોટ, તા., ૨૩: જીલ્લાના ગોંડલ, જેતપુર તથા ઉપલેટામાં વરલીના આંકડા લેતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.

ગોંડલમાં ફુલવાડી કોમ્પલેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાં વરલીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલના સીટી પીઆઇ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કો. જયદીપસિંહ ચૌહાણ સહીતના સ્ટાફે રેઇડ કરી વરલીના આંકડા લેતા રવજી બચુભાઇ ખોચરા રે. માંડણકુંડલા તા. ગોંડલ તથા દશરથ દેવરાજભાઇ મેવાસીયા રે. ભાડુઇ ગામ તા. કોટડાસાંગાણીને રોકડ રૂ. ૧૦૭૧૦, બે મોબાઇલ તથા વરલીના સાહીત્ય મળી કુલ ર૦૭૧૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં જેતપુર પોલીસના પો.કો.ધનરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે જેતપુર બળદેવધાર કેનાલ પાસે રેઇડ કરી વરલીનો જુગાર રમાડતા હરજુગ ઉર્ફે અજય પરબતભાઇ વીરપરીયા રે.બળદેવધાર સરકારી સ્કુલની પાછળ જેતપુરને રોકડા રૂ. ૬પ૦ તથા વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ હરજુગ ઉર્ફે અજય ફિરોઝ ખેતીર રે. જેતપુર પાસે કપાત કરાવતો હોવાનું ખુલતા બંન્ને સામે જેતપુર પોલીસે ગુન્હો દાખલ કરી ફિરોજની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં ઉપલેટા પોલીસ મથકના પો.કો. દિનેશભાઇ ગોંડલીયા સહીતના સ્ટાફે ઉપલેટામાં ધોરાજી દરવાના ગેઇટ પાસે રેઇડ કરી જાહેરમાં વરલીના આંુકડા લેતા ઇદરીશ ફેઝુલભાઇ વાલેરા રે. કોળીવાડા સોલંકી શેરી ઉપલેટાને રોકડા રૂ. ૭૦૦ તથા વરલીમાં સાહિત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)
  • દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનકઃ એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિતઃ બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર access_time 3:39 pm IST

  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST