Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

જામકંડોરણામાં કોવિડ-૧૯ રસીકરણનો પ્રારંભઃ પ્રથમ રસીનો ડોઝ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર દવેએ લીધો

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૨૩ :. તાલુકામાં કોવિડ-૧૯ની વેકસીન રસીકરણનો પ્રારંભ જામકંડોરણા સરકારી હોસ્પીટલ ખાતે જામકંડોરણા મામલતદાર વી.આર. મુળીયાસીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર. બગથરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર દવે તથા આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ પ્રથમ રસીકરણમાં તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તથા પેરામેડીકલ સ્ટાફને રસી આપવામાં આવશે. આજે તાલુકામાં આ પ્રથમ રસીકરણની શરૂઆતમાં સૌ પ્રથમ જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર દવેએ આ કોરોનાની રસી લીધી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. સમીર દવેએ જણાવ્યુ હતુ કે આ વેકસીન સેઈફ છે. આ રસી માટે પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે પછી રસી લીધા બાદ ૩૦ મિનીટ સુધી ઓબ્જર્વેશન રૂમમા બેસવાનુ રહેશે અને આ રસીની કોઈપણ જાતની આડઅસર નથી જેથી જામકંડોરણા તાલુકાની જનતા આ રસીકરણ કામગીરીમાં સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

(11:38 am IST)