Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

અમરેલી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ સોશ્યલ મીડિયા નો વર્કશોપ યોજાયો

અમરેલી : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી કોંગ્રેસ  મેદાનમાં દિલ્હી થી પધારેલા ગુજરાત સોસીયલ મીડિયા ના પ્રભારી કે.કે.શાસ્રીજી દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે વર્કશોપનું આયોજન કરેલ જેમાં સોસીયલ મીડિયાના હોદેદારોને માર્ગદર્શન આપી બિરદાવી અને અલગ અલગ હોદા સાથે પ્રમોટ કરવામાં આવ્યા સાથે નગરપાલિકાના વિવિધ વોર્ડના સાથી સભ્યો સાથે દરેક સોસીયલ મીડિયાના યોધ્ધાઓ સાથે રહી એક જૂથ થઈ ને લોકો વચ્ચે સત્ય વાર્તાલાપ કરે તે માટે સોસીયલ મીડિયા વધારે મજબૂત કરવા માર્ગદર્શન પૂરૂ પાડ્યું વિવિધ સેલના સહ હોદેદારો કન્વીનરો મિટિંગમાં ઉપસ્થિત રહિયા બહોળી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિત સાથે એકતા મિટિંગ મજબૂત દેખાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળઃઅમરેલી)

(11:44 am IST)
  • ભારત-ચીન સરહદ વિવાદ : ફરીથી શરૂ થશે વાતચીત, આગામી દિવસોમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક access_time 12:54 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST