Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ગુરુ આશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી

શહેરમાં ઠેરઠેર મઢુલીઓ શણગારી, પ્રસાદીઓ વિતરણ કરી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ.

ભાવનગર : વિશ્વ પ્રસિદ્ધ ગુરુઆશ્રમ બગદાણા ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. ભાવનગર શહેર-જિલ્લામાં પણ બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી કરાય હતી. કોરોના મહામારીને લઇ શહેરમાં ઠેરઠેર મઢુલીઓ શણગારી, પ્રસાદીઓ વિતરણ કરી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ.

ભાવનગર શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે આવતીકાલે બજરંગદાસ બાપની 45 પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. જોકે બે વર્ષોથી ચાલતી કોરોનાની મહામારીને પગલે ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમોમાં તદ્દન સાદગીપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના મહાઆરતી અને સીમિત ભક્તોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું.

(11:29 pm IST)