Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

ધોરાજી પોલીસે રાજકોટ તેમજ જેતપુર ખાતેથી મોટરસાયકલની ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા

સીસીટીવી કેમેરા પોકેટકોપ એપ્લીકેશનથી વાહન ચોરીના ગુન્હા ડીટે કટ કરતી ધોરાજી પોલીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસે રાજકોટ તેમજ જેતપુર ખાતેથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ શખ્સોને ઝડપી લીધા છે
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર  એ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વાહનચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોકકસ હકિકત મળેલ હોઇ કે ધોરાજી માતાવાડીમાં રહેતા નરેશ બાવાભાઇ વાઘેલાના રહેણાંક મકાને તેના બે મીત્રો આવેલ છે અને તેઓ પાસે ચોરીના મોટર સાયકલ છે અને હાલે તે મોટર સાયકલો વેચવા જવાના છે જે અન્વયે રેઇડ કરતા મકાન પાસે ત્રણ ઇસમો ત્રણ મોટર સાયકલ લઇ જવાની તૈયારી કરતા ત્રણેય ઇસમોને પકડી લઇ મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને બે મોટર સાયકલરાજકોટ શહેરમાંથી તેમજ એક મોટર સાયકલ જેતપુર સીટી પોસ્ટમાંથી ચોરેલ નું જણાવતા ત્રણેય મોટર સાયકલના એજીન નંબર પોકેટકોપ એપ્લીકેશનમાં નાખી સર્ચ કરતા બે મોટર સાયકલ રાજકોટ શહેર તથા એક મોટર સાયકલ જેતપુર સીટી પોસ્ટ વિસ્તારમાંથી ચોરીકરેલ હોઇ તેમજ એક મોટર સાયકલ અગાઉ રાજકોટ શહેરમાથી ચોરી કરી ધોરાજી ખાતે વેચેલ જે ધોરાજી પોસ્ટેશન ખાતે MVA-207 મુજબ ડીટેઇન કરેલ છે જેથી ત્રણેય મો.સા.CRPC કલમ ૧૦૨ મુજબ કજે કરેલ છે તેમજ ત્રણેય ઇસમોને CRPC કલમ ૪૧(૧) ડી મુજબ ધોરાજીપોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે.
પકડાયેલ આરોપી નરેશ બાવનજીભાઇ વાઘેલા જાતે દે.પુ. ઉ.વ.૩૧ રહે. ધોરાજીમાતાવાડી ગાયત્રી ટેઇલર સામે ગલીમા ને  રવી રસીકભાઇ સોલંકી જાતે દે.પુ.ઉ.વ.૨૪રહે.હાલે જેતપુર સામાકાઠે રેલ્વેના પુલ પાસે મુળ રહે.ઉપલેટા નાગનાથચોક જડેશ્વરખાડામા વાળો હોવાનું જણાવેલ નંબર  રવિ પુનાભાઇ સોલંકી જાતે દે.પુ.રહે.હાલજેતપુર દેરડીધાર ગંજપીરની દરગારની આગળ મુળ રહે.લુણીધાર તા.કુકાવાવ જી અમરેલીકબજે કરેલ મુદામાલ (૧) હીરો કંપનીનું કાળા કલરનું પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેના આર.ટી.ઓ.રજી નંબર GJ-03-KA-0044 નુ જેના ચેસીસ નંબર MBLHAR083J5D00360તથા એજીન નંબર HA10AGJ5DOO808 કિ રૂ ૨૫,૦૦૦/(૨) હીરો કંપનીનું કાળા કલરનું પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આર.ટી.ઓ રજી નંબર GJ-03-KR-0291 હોઇ અને તેના ચેસીસ નંબર MBLHARO87J5JO9909 તથા એજીન નંબરHA10AGJ5J27436 કિ રૂ ૨૫,૦૦૦/
(૩) હીરો કંપનીનું કાળા કલરનું પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આર.ટી.ઓ રજી નંબર GJ-
[11-CB-5950 હોય તેમજ તેના ચેસીસ નંબર MBLHAWO84K5D03493 તથા એજીન નંબરHA10AGK5DO4646 કિ રૂ૨૫,૦૦૦/ મળી,કુલ રૂ ૭૫,૦૦૦/નો મુદામાલ કબજે કરેલ છે
ઉપરોક્ત ત્રણેય મોટર સાયકલ કબ્જે કરી ધોરાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કામગીરી કરનાર  એ.બી.ગોહિલ પો ઇન્સ  રમેશભાઇ બોદર એ.એસ.આઇ બાપાલાલ ચુડાસમા પો.કોન્સ  અરવીંદસિહ જાડેજા પો.કોન્સ રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ રવિરાજસિહ વાળા પો.કોન્સ  ઇશીતભાઇ માણાવદરીયા વીગેરે રોકાયા હતા
ઉપરોક્ત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે

(7:40 pm IST)