Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

માળીયા અણીયારી ચોકડીએ બે દુકાનોના તાળા તુટ્યા

તસ્કરો ૨૦ મોબાઇલ લેપટોપ સહીત એકાદ લાખના માલ સામાનનો હાથફેરો કરી ગયા

માળીયા : માળીયા – હળવદ હાઈવે ઉપર આવેલ અણીયારી ચોકડી ઉપર આવેલા જુના શોપીંગમાં ગતરાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા જેમા ચોરટાઓએ બે દુકાનોમાં હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ માળીયા હળવદ હાઈવે ઉપર આવેલ અણીયારી ચોકડી આસપાસ બે મોટા શોપીંગ આવેલા છે જેમા અનેક દુકાનો હોય ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ગતરાત્રીના જુના શોપીંગ સેન્ટરમાં બે દુકાનોના તાળા તુટ્યાનો બનાવ સામે આવ્યો છે જેમા ચંદ્રમૌલી મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાંથી ૧ લેપટોપ અને ૨૦ નંગ મોબાઈલ તેમજ મોબાઈલ એસેસરીઝ સહીત એકાદ લાખ રૂપિયાના મુદામાલની ચોરી થઈ હોવાનુ ખુલ્યુ છે.
આ ઉપરાંત બાજુમાં આવેલ ઉમા હાર્ડવેર નામની દુકાનમાંથી સીએનજી ઓઈલના ડબલા તસ્કરો ઉપાડી ગયાનું જાણવા મળ્યું છે. આમ બંને દુકાનોમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કરી જતા આસપાસની દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે જેથી ચોરી અંગેની જાણ માળીયા પોલીસને કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છેકે લાંબા સમય બાદ આ વિસ્તારમાં ફરી તસ્કર ટોળકી સક્રીય થતા દુકાનદારોમાં ફફડાટની સાથે તસ્કરો હવે હાઈવે ઉપરની દુકાનમાં હાથફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે.

(11:16 am IST)