Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ પાસે વૃધ્‍ધના ખુનના બનાવમાં સંડોવાયેલ ૪ શખ્‍સોને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

પીકઅપ વાહન, મોટર-સાયકલ તથા મોબાઇલ સહિત મુદ્દામાલ કબ્‍જે લેવાયયો

જામનગરના હાપા રેલવે સ્ટેશન પાછળ વૃદ્ધ ની ઘેટા - બકરા ચોરવાના ઇરાદે હુમલો કરી હત્યાની જવાના ગુનામાં એલ.સી.બી.એ ચાર શખ્સોને દબોચી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર

જામનગર :    જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ પાસે વયોવૃધ્‍ધ વ્‍યકિતનું નિર્જન સ્‍થળે થયેલ ખૂનનો ભેદ ર૪ કલાકમાં ઉકેલી ૪ ઇસમોને ક્રાઇમ બ્રાંચ-જામનગરે પકડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ તા.૨૧/૦૧/૨૦૨૨ ના બપોરના ચારેય વાગ્યાની આસપાસ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ની  પાછળના ભાગે જરધોડા વાડીની સીમ વિસ્તારમા ફરીયાદી  વાલાભાઇ ખેતાભાઇ ચાવડીયા (ભરવાડ) રહે.  સામતપીર તા.જી જામનગર નાઓ ના પિતા ખેતાભાઇ હઠાભાઇ ચાવડીયા ઘેટા બકરા ચરાવતા હોય ત્યારે કોઇ  અજાણ્યા ઇસમોએ કોઇ પણ કારણોસર કોઇ પ્રાણ ધાતક હથિયારથી માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા કરી ખૂન  કરી અને બકરા લૂંટ કરી નાશી જવા અંગેનો બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો,જે બાબતે જામ સીટી એ ડીવી  પો.સ્ટે ઇ.પી.કો કલમ- ૩૦૨ ,જીપીએકટ કલમ-૧૩૫(૧) મુજબ નો ગુનો  નોધાયેલ હતો,   

બનાવ ની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ વિભાગ-રાજકોટના પોલીસ મહાનિરીક્ષક    સંદીપ સિંહ સાહેબની સૂચના તથા પોલીસ અધિક્ષક   નેતેશ પાંડેય નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ખૂનનો  પ્રથમ થી જ બ્લાઇન્ડ કેસ હોય,જેથી આ વણઉકેલાયેલ ગુનો શોધી કાઢી,તેમા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક  પકડી પાડવા સૂચના કરવામા આવેલ,જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ-જામનગર ના પોલીસ ઇન્સપેકટર    એસ.એસ.નિનામા નાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ, પો.સબ ઇન્સ    આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ   બી.એમ.દેવમુરારી તથા એસ.ઓ.જી.પો.સબ ઇન્સ   વી.કે.ગઢવી તથા   આર.વી.વીંછી નાઓ તથા જામ સીટી એ ડીવી પો.સ્ટે ના પોલીસ ઇન્સપેકટર એમ.જે.જલુ તથા પો.સબ ઇન્સ એમ.વી મોઢવાડીયા નાઓની તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સ્થળ મુલાકાત લઇ બનાવ  વાળી જગ્યા આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્રારા તપાસ કરવામા આવેલ સદરહુ  બનાવમા બકરાની લૂંટ કરી ખૂન કરવામા આવેલ હોવાનુ જણાય આવેલ હતુ,  

ઉપરોકત ટીમો દ્રારા અલગ અલગ દિશામા તપાસ ચાલુ હતી, તે દરમ્યાન એલ.સી.બી. ના ભગીરથસિંહ  સરવૈયા, સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકિકત મળેલ    કે,સદરહ ખૂન/લૂંટ મા હાલમા જામનગર હાપા રોડ ઉપર રહેતા ઇસમોએ સાથે મળી ગુનાને અંજામ આપેલ  હુ હોવાની હકિકત મળેલ અને મજકુર ઇસમોની તપાસ કરતા તેઓ પીકઅપ વાહન નંબર- જીજે-૧૦-વી-૯૨૧૧ મા  બેસી. જામનગર થી પાટણ જીલ્લાના સમી તાલુકા તરફ નાશી ગયેલ છે. જેથી પોલીસ અધિક્ષક  પાટણ નાઓને વાકેફ કરેલ, પાટણ એસ.ઓ.જી પો.ઇન્સ   આર.કે અમીન નાઓ તથા સમી પોલીસ સ્ટેશનની મદદ મેળવી  એલ.સી.બી. પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ તથા એસ.ઓ.જી વિ.કે.ગઢવી દ્રારા સદરહુ આરોપીઓને સમી મુકામેથી  કોર્ડન કરી પીકઅપ વાહન સાથે નીચે મુજબ ના ઇસમોને હસ્તગત કરવામા આવેલ.મજકુર ચારેય ઇસમોની  પુછપરછ દરમ્યાન બકરાની લૂંટ કરતા સમયે મરણજનાર વૃધ્ધ વ્યકિતએ પ્રતિકાર કરતા માથામા લાકડીના ઘા  તથા પથ્થર ઘા મારી ઇજા કરી, ખૂન કરેલની હકિકત જણાવેલ છે.જેઓ વિરૂધ્ધ પો.સબ ઇન્સ   કે.કે.ગોહિલ ના ઓએ  કાયદેસર કાર્યવાહી કરેલ છે.  

 ધરપકડ કરી આરોપીઓ (૧) બુધો ગેલાભાઇ પરમાર સરાણીયારહે- વાંકાનેર, ચંદનપુરા ભાટીયા સોસાયટી,નદીના કાંઠે જી-મોરબી    (ર) વિજય રધાભાઇ સિંધવ રહે.- વાંકાનેર, ચંદનપુરા ભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી  (3) અર્જન ગેલાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી  (૪) કિશન જીવાભાઇ પરમાર રહે- વાંકાનેર,ચંદનપુરાભાટીયા સોસાયટી, પતારીયુ, નદીના કાંઠે જી-મોરબી, આરોપીઓના કબ્જામાથી હસ્તગત કરેલ મુદામાલ ::-    (૧) પીકઅપ વાહન કિ.રૂ.૩,૦૦,૦૦૦/-  (ર) પ્લ્સર મો.સા -૧ કિ.રૂ. ૨૦,૦૦૦/  (૩) મો.ફોન-૦૪ કિ.રૂ. ૧૫,૦૦૦/-  નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે. મજકુર ઇસમોએ ગુનામા વાપરેલ સ્લપ્લેન્ડર મો.સા ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે  આમ જામનગર પોલીસ દ્રારા ખૂન નો જે બ્લાઇન્ડ કેસ,હોય અને ૨૪ કલાકમા શોધી કાઢી પ્રસંશ  નિય કામગીરી કરવામા આવેલ છે. 

આ કામગીરી જે.એસ.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક  જામનગર ગ્રામ્ય વિભાગ તથા   એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર,  પો.સ.ઇ.   કે.કે.ગોહીલ,   આર.બી.ગોજીયા, તથા   બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા,  હરપાલસિંહ સોઢા,હરદિપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયા, ભરતભાઇ પટેલ,વનરાજભાઇ મકવાણા,ભગીરથસિંહ સરવૈયા,યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી,શરદભાઇ પરમાર,હીરેનભાઇ વરણવા,નિર્મળસિંહ એસ.જાડેજા, ખીમભાઇ  ભોચીયા, અશોકભાઇ સોલંકી, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધર્મેન્દ્રસિંહ  જાડેજા તથા દયારામ ત્રિવેદી નાઓ દ્રારા કરવામા આવેલ છે.  

(3:40 pm IST)