Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

દ્વારકાના વાડીનાર વિસ્‍તારમાં સગા બાપે જ પોતાની સગીર દીકરીને કર્યા શારીરિક અડપલાં, નિકાહ કરવાની જીદ કરતો શરમજનક કિસ્‍સો સામે આવ્‍યો

- આ માટે માતા-પુત્રીએ હિમ્‍મત કરી ફરીયાદ નોંધાવી

દ્વારકા: કળિયુગ છે માનવામાં ના આવે તેવી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે આવીજ ના માનવામાં આવે તેવી સંબંધોને શર્મસાર કરતી ઘટના વાડીનાર ગામમાંથી સામે આવી છે.  'ફકીરમામદ હુસેન સુંભણીયા' નામના પિતાએ પોતાની જ સગી પુત્રી સાથે શારીરિક અડપલાં કરી નિકાહ કરવાની જીદ કરતી  ઘટનાએ પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને લાંછન લગાવી દીધું છે. હાલ આ ઘટનાએ આખા પંથકમાં હાહાકાર મચાવી દીધો છે.

પિતા-પુત્રીનો સબંધ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે, દીકરીને મા કરતા બાપ વધારે વહાલો હોય છે. પરંતુ આ ઘટના સાંભળશો તો સભ્ય સમાજમાં આ નરાધમ વિરુદ્ધ ફિટકારની લાગણી વરસસે. દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર વિસ્તારની જ્યાં એક દારૂના નશામાં ચૂર અને વાસનામાં અંધ બનેલા પિતાએ પોતાની જ 12 વર્ષની સગી પુત્રી પર નજર બગાડી. પોતાની જ સગીર વયની પુત્રીને શારીરિક અડપલાં પણ કર્યા. વાત અહીંથી અટકતી નથી આ નરાધમ દારૂના નશામાં ચકચૂર થઈ પોતાની જ પુત્રી સાથે નિકાહ કરવાની વાત ઉચ્ચારતા માતા અને પુત્રી માટે આભ ફાટયા જેવી સ્થિતિ થઈ.

છેલ્લા બે- ત્રણ માસમાં આ અગાઉ પણ આ નરાધમ પિતાએ હેવાનીયત આદરી બાળકી સાથે અડપલાં કરી નિકાહની વાત ઉચ્ચારી હતી. આખરે માતાએ હિંમત દાખવી સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી છે. નરાધમ પિતાને સબક શીખડાવવા આખરે માતા -પુત્રીએ વાડીનાર પોલીસ મથકે આ અંગેની ફરિૉયાદ નોંધાવી છે.

(3:51 pm IST)