Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે મહેશભાઈ ભરવાડની વરણી કરાઈ.

 મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી.મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ તરીકે મહેશભાઈ ભરવાડની નિમણુંક કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી તાલુકા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખની નિમણૂક કરવામાં આવેલ છે. બાંભવા મહેશભાઈ ઘારાભાઈ ભરવાડને નિમણૂક પત્રક આપવામાં આવેલ છે. વરણી પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પટેલ, કે.ડી.પડસુંબિયા, મહેશભાઈ રાજ્યગુરુ, રમેશભાઇ રબારી, વિનોદભાઈ ડાભી હાજર રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.

 

(4:52 pm IST)