Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ દ્વારા બરખાસ્ત કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી સહીત તમામ પદાધિકારીઓની ટીમની હકાલપટ્ટી કરવામાં આવતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવતા વિધામસભાની ચૂંટણી પહેલા ભર શિયાળામાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીની ટીમનુ બાળમરણ થવા પામ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમને પ્રદેશ ટીમ દ્વારા બરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમેં આકરી પ્રતિક્રિયા આપીને સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી સહીત તમામ પદાધિકારીઓની ટીમની હકાલપટ્ટી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

(10:04 pm IST)