Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

માળિયાના વાગડિયા ઝાંપા નજીક જાહેરમાં વરલી જુગાર રમતા છ ઝડપાયા.

પોલીસે છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત.

મોરબી :  માળિયાના વાગડિયા ઝાપા નજીકથી પોલીસે છ શખ્શોને જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઝડપી લીધા હતા અને રોકડ રકમ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાગડિયા ઝાપા નજીક જાહેરમાં વરલી જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જુગાર રમતા કાસમ હુશેન સંધવાણી, મુસ્તાક સુભન જેડા, હિતેશ નારણ ચાવડા, વલીમાંમદ કરીમ જેડા, કાળું મનજી મકવાણા અને બળદેવ બીપીન વાણીયા રહે બધા માળિયા એમ છ શખ્શોને ઝડપી લઈને જુગાર સાહિત્ય, રોકડ રૂ ૧૦,૦૨૦ ૩ મોબાઈલ કીમત રૂ ૪૦૦૦ મળીને કુલ રૂ ૧૪,૦૨૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ એક આરોપી હુશેન કાસમ સંધવાણી (રહે માળિયા વાળો)  રેડ દરમિયાન હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

(9:12 pm IST)