Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અઢી વર્ષથી વૃદ્ધ સાસુ-સસરાના મકાન પર કબ્જો કરનાર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હાને કબ્જો પરત કરવા ઍતિહાસિક ચુકાદો આપતી હાઈ કોર્ટ:

સાસુ-સસરાની સ્વપારજીત મિલકત ઉપર દબંગ પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હાનો કબ્જો ગેરકાયદેસર ઠરાવતી હાઈ કોર્ટ:ચકચારી ઘટનામા સાસુનું મકાન ત્રણ અઠવાડિયામાં પરત કરવા હાઈ કોર્ટનો આદેશ:

ગોંડલ :સૌરાષ્ટ્રના બહુ ચર્ચિત ગોંડલના તબીબ પત્ની કેસમા પોષ એરિયા એવા કૈલાશ બાગ મા આવેલા સાસુ સસરાના મકાન પર પુત્રવધુ હિરલ વાલજીભાઈ બુન્હા તેના શિક્ષક માતા-પિતા , માસા,મામા અને બનેવીની મદદથી તાળા તોડી કબ્જો કરાયાના અઢી વર્ષ બાદ  હાઈ કોર્ટ  દ્વારા મકાનનો કબ્જો પુત્રવધુ પાસેથી પરત આપવા વૃદ્ધ સાસુ-સસરાની તરફેણમાં ચુકાદો ફરમાવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તબીબી આલમમા ચકચારી બનેલી ઘટનામા  ગોંડલના તબીબ ડો.લક્ષિત સાવલીયાના પત્ની  હિરલબેન દ્વારા પતિ સામેના જંગમા શિક્ષક  માતાપિતા વાલજીભાઈ બુન્હા તથા અંબાબેન, માસા ધીરુભાઈ દેવશીભાઈ ખાતરા, મામા દિલાભાઈ સેલડીયા અને બનેવી મયુર કિશોરભાઈ કાકડીયાની મદદથી ગોંડલના પોશ એરિયાના કરોડોની કિંમત વાળા સાસુ સસરાના મકાનના અઢી વર્ષ પહેલા તાળા તોડી કબ્જો જમાવ્યો હતો.

 અઢી વર્ષ થી ભાડા ના મકાન માં રહેતા વૃદ્ધ સાસુ-સસરા દ્વારા  "સિનિયર સીટીઝન એકટ " મુજબની અરજી  ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ-ગોંડલ સમક્ષ કરાઇ હતી. જેમા  ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ દ્વારા પુત્રવધુને ઘર ખાલી કરવાનો હુકમ અપાયોહતો.બાદમા હિરલબેન દ્વારા  હુકમ  સામે જીલ્લા કલેક્ટરમા વાંધા અરજી કરાઇ હતી.જેમા કલેક્ટર દ્વારા વાંધા અરજી અમાન્ય રાખી ઘર ખાલી કરવાનો હુકમ  અપાયો હતો .

પરંતુ કરોડોની કિંમતના ઘરનો મોહ પુત્રવધુ હિરલબેનને  હોય એમ કલેક્ટરના હુકમ સામે હાઈ કોર્ટ અપીલ કરી હતી.દરમ્યાન હાઈ કોર્ટ એ પુત્રવધુ હિરલબેનની અપીલ ફગાવી દઇ  સ્ત્રી તરફી કાયદા નો ગેરફાયદો લઈ સાસુ-સસરાના મકાનના કબ્જાને ગેરકાનૂની માની ને પુત્રવધુ હિરલબેનને ત્રણ અઠવાડિયામા વૃદ્ધ સાસુ સસરાનું સ્વપારજીત મકાન ખાલી કરી ને વૃદ્ધ સાસુ સસરાને પરત સોંપવાનો ઐતિહાસિક ચુકાદો ફરમાવાયો હતો.

આ  કેસ મા વૃદ્ધ સાસુ સસરા તરફ થી વકીલ હ્રીદય બુચ,શિવલાલ ભંડેરી,નિરંજય ભંડેરી, પીનાંક રૈયાણી અને રવિ ઠકરાર રોકાયેલા હતા

 

(9:19 pm IST)