Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગોંડલ માર્કેટ યાર્ડમા લસણની એક લાખથી વધુ ગુણીની અધધ..આવક: વાહનોની પાંચ કી.મી.લાંબી કતાર

લસણની હરરાજીમાં લસણના વીસ કીલોના ભાવ ૨૦૦ થી ૭૫૦ સુધીના બોલાયા

ગોંડલ : સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમા અન્ય જણસીઓ સાથે લસણની મબલખ આવક થવા પામી છે.

  એક જ દિવસમાં એક લાખથી વધુ લસણની ગુણીની આવક થઇ છે.લસણની ભારે આવકને લઈને યાર્ડનાં મુખ્ય ગેઇટથી બન્ને બાજુ નેશનલ હાઇવે પર વાહનોની અંદાજે ચારથી પાંચ કી.મી લાંબી કતારો જામી હતી.

લસણની હરરાજીમાં લસણના વીસ કીલોના ભાવ ૨૦૦ થી ૭૫૦ સુધીના બોલાયા હતા.

 

(9:58 pm IST)