Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ઓખાની ૪ બોટોના લાયસન્‍સ ૮ દિવસ માટે સસ્‍પેન્‍ડઃ ૫૦૦ રૂપિયા દંડ પણ ફટકાર્યો

(ભરત બારાઈ દ્વારા) ઓખા, તા.૨૩: બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી પેસેન્‍જર બોટોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્‍જર બેસાડવાના મામલે અને આ બોટોમાં સુરક્ષાના સાધનો પણ ન હોવાથી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ૪ બોટોના લાયસન્‍સ ૮ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે અને પ્રત્‍યેક બોટને રૂપિયા ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા આવતા યાત્રિકો ભગવાન શ્રી કળષ્‍ણના નિવાસ સ્‍થાન મનાતા બેટ દ્વારકાના દર્શને પણ જતા હોય છે અને ત્‍યાં જવા માટે હાલ ફક્‍ત બોટ દ્વારા જવાય છે અને અવારનવાર GMB અને બોટ માલીકો વચ્‍ચે પેસેન્‍જરની સુરક્ષા મામલે આમને સામને આવી જતાં હોય છે.

બેટ દ્વારકા વચ્‍ચે ચાલતી આ બોટનું નિયંત્રણ GMB દ્વારા કરવામાં આવે છે.

(10:38 am IST)