Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જૂનાગઢ ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઓગસ્‍ટ કોમ્‍ટની જન્‍મજયંતિની ઉજવણી કરાઇ

 જૂનાગઢ : ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,  સમાજશાષા ભવન દ્વારા આજરોજ સમાજશાષાના પિતા ઓગસ્‍ટ કોમ્‍ટની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે મૂળ ફ્રાન્‍સના અને ઈ.સ.૧૮૩૮ માં સમાજશાષાનું નામકરણ કરનાર તથા સમગ્ર વિશ્વને પ્રત્‍યક્ષવાદનો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપનાર ઓગસ્‍ટ કોમ્‍ટ વિષે અલગ અલગ થીયરી ઉપર વિદ્યાર્થીઓ માટે વકતળત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે  ભવનના વિદ્યાર્થીઓએ કેક કટીંગ કરીને ઓગસ્‍ટ કોમ્‍ટના જન્‍મદિનની ઉજવણી કરી હતી. ભવનના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.   સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમાજશાષા ભવનના અધ્‍યક્ષ ડો. જયસિંહ ઝાલા, ડૉ.પરાગ દેવાણી, ડૉ.ઋષિરાજ ઉપાધ્‍યાય તથા પીએચ.ડી. સ્‍કોલર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:39 am IST)