Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ટંકારાના શિક્ષિકા ગીતાબેન સંચાલાને પૂજ્‍ય મોરારિબાપુ દ્વારા ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરાયો

  ટંકારા : ટંકારા તાલુકાના શિક્ષિકા ગીતાબેન સાંચલાને પૂજય મોરારિબાપુ દ્વારા ચિત્રકૂટ પારિતોષિક એનાયત કરવામાં આવેલ.શિક્ષિકા ગીતાબેન સાંચલાએ ટંકારા તાલુકા નું ગૌરવ વધારેલ છે દર વર્ષે પૂજય મોરારિબાપુ દ્વારા રાજ્‍યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્‍માનવામાં આવે છે. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ગુજરાત રાજ્‍ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી ૧-૧ શ્રષ્‍ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ. જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા  શ્રીમતી ગીતાબેન મનસુખલાલ સાંચલા ની પસંદગી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. તલગાજરડા મુકામે પૂજ્‍ય મોરારિબાપુ ના હસ્‍તે સાંચલા ગીતાબેન મનસુખલાલ ને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્‍યો.આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ ટંકારા તાલુકાનું , હરબટીયાળી ગામનું તેમજ દરજી સમાજનું નામ રોશન કર્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ઘનશ્‍યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્‍પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઇ દેસાઈ, સીઆરસી કો ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી તેમજ હરબટીયાળી સ્‍કૂલના આચાર્ય મગનભાઈ ઉજરિયા અને શાળા ના સ્‍ટાફ ગણ તેમજ  તમામ શિક્ષક ભાઈઓ બહેનો એ ગીતાબેનને શુભેચ્‍છા પાઠવી હતી. આ ઉપરાંત હરબટીયાળી ગામના સરપંચ દેવરાજભાઈ સંઘાણી, ગામના આગેવાનો,વડીલો ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓએ શુભકામનાઓ  પાઠવી હતી.અને ગામનું નામ રોશન થયું એ બાબતનું ગૌરવ લીધું હતું. આ તકે સાંચલા ગીતાબેન તેમજ તેમના પરિવારે બધાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા,ટંકારા)

(10:40 am IST)