Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જૂનાગઢ : અંકલેશ્વરની શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે ચિત્ર સ્‍પર્ધામાં ગુરૂકુલની વિદ્યાલયે મેદાન માર્યુ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૩ : વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીની વિશિષ્ટ યોજના, પરીક્ષા પે ચર્ચા ૨૦૨૩ અંતર્ગત ચિત્ર સ્‍પર્ધાનું આયોજન ગુરુકુલ વિદ્યાલય દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્‍યું હતું.

અંકલેશ્વર શહેરની ૧૬ શાળાઓમાંથી ૪૨ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્‍પર્ધામાં ભાગ લઈ વિવિધ પ્રકારના ચિત્રો દોરી સૌને પ્રેરણા આપી હતી. શહેરની ૧૬ શાળાઓમાંથી ગુરુકુલની શાળા દ્વિતીય ક્રમાંકે આવતા ફરી એકવાર ગુરુકુલીય ગુણવત્તાને ઉજાગર કરી હતી. ચિત્ર સ્‍પર્ધા પ્રસંગે અતિથિવિશેષ મહેમાનોમાં ભરતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ,  તુષારભાઈ પટેલ, ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી, રાકેશભાઈ પટેલ, બીજેપી ભરૂચ જિલ્લા આગેવાન સહિત કન્‍વીનર મોનાલીબેન અટોદરીયા હાજર રહ્યા હતા. અંકલેશ્વર ગુરૂકુલ વિદ્યાલય ધો.૧૦ની આકૃતિ રમેશભાઇ તડવીએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્‍ત  કર્યો હતો.

સંસ્‍થાના વડા સ્‍વામી કળષ્‍ણસ્‍વરૂપ શાષાીજી મહારાજ તેમજ ટ્રસ્‍ટી કિશોર સરે વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્યા દર્શનામેમ, પાયલમેમ અને શિક્ષકમિત્રોના આ આદર્શ કાર્યને બિરદાવ્‍યું હતું. ટ્રસ્‍ટી જયસ્‍વરુપ શાષાીએ પોતાના વક્‍તવ્‍યમાં એવું કહ્યું હતું કે,  જીવનનાં કોઇપણ ક્ષેત્રમાં ભયભીત થયા વગર પરીક્ષા આપવી એ જ આપણી સાચી સફળતા છે.

(10:41 am IST)