Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

લોધીકા જ્ઞાન મંદિર મા. શાળામાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

 ખીરસરા : લોધીકા તાલુકા ભાજપ દ્વારા પરીક્ષા પે ચર્ચા અંતર્ગત કલા અને ચિત્ર સ્‍પર્ધા નું આયોજન શ્રી જ્ઞાનમંદિર માધ્‍યમીક અને ઉચ્‍ચમાધ્‍યમીક શાળા ખાતે કાર્યક્રમ રાખેલ હતો તેમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો.  કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કમાણી,  રાજકોટ જીલ્લા પંચાયત ચેરમેન મોહનભાઈ દાફડા, તાલુકા ભાજપ મહામંત્રી મોહનભાઈ દાફડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, કિશોરભાઈ ખીમસુરીયા, લોધીકા ગ્રામપંચાયત ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, શાળાના ટ્રસ્‍ટીઓ હોદ્દેદારો વિદ્યાર્થીના વાલી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્‍થિતિમાં ઇનામ વિતરણ તથા સર્ટિફિકેટ આપીને વિદ્યાર્થીઓને સન્‍માનિત કર્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : બી. એમ. ગોસાઇ ખીરસરા)

(10:43 am IST)