Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પ્રજાસત્તાક પર્વ પહેલા બોર્ડ ઉપર હાઇ એલર્ટ

કચ્‍છ, બનાસકાંઠા, રાજસ્‍થાનની રણ સરહદ સહિત કચ્‍છની દરિયાઇ અને ક્રિક સરહદે જવાનોનો યુધ્‍ધા અભ્‍યાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : બોર્ડર સિક્‍યુરિટી ફોર્સ ગુજરાત દ્વારા આગામી ગણતંત્ર દિવસને ધ્‍યાનમાં રાખી ૨૧ જાન્‍યુઆરીથી ૨૮ જાન્‍યુઆરી સુધી ભારત-પાકિસ્‍તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ સાથે જવાનોનો સાત દિવસીય ‘યુધ્‍ધા એલર્ટ અભ્‍યાસ' હાથ ધરવામાં આવ્‍યો છે.

પાકિસ્‍તાનને જોડતી જમીની સરહદ કચ્‍છના રણથી બનાસકાંઠા અને રાજસ્‍થાનના બાડમેર જિલ્લાની રણ સરહદ સુધી આ યુદ્ધ અભ્‍યાસ હાથ ધરવામાં આવ્‍યો છે. ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્રવિરોધી તત્‍વોના નાપાક મનસુબાને નિષ્‍ફળ કરવા માટે બીએસએફ દ્વારા આ  ‘ઓપ્‍સ એલર્ટ' અભ્‍યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આ અભ્‍યાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય બોર્ડરની આસપાસના વિસ્‍તારોની સાથે કચ્‍છની દરિયાઈ અને ક્રિક સરહદ હરામીનાળા વિસ્‍તારમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ યુદ્ધ અભ્‍યાસમાં વિવિધ લશ્‍કરી શષા સરંજામ અને લશ્‍કરી વાહનોની ઓપરેશનલ કાર્યપદ્ધતિની ચોકસાઈની ચકાસણી કરાશે. તે ઉપરાંત બોર્ડર વિસ્‍તારના લોકોની સાથે જવાનોની મુલાકાતના કાર્યક્રમ યોજવામાં આવશે.

(10:58 am IST)