Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

જૂનાગઢના ઇવનગર ગામે નવજાત બાળકીને મૃત હાલતમાં ત્‍યજી દેવાઇ

જન્‍મ છુપાવવા અજાણીસ્ત્રીનું કારસ્‍તાન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : જૂનાગઢના ઇવનગર ગામે અજાણીસ્ત્રીએ બાળકનો જન્‍મ છુપાવવા માટે તાજી જન્‍મેલ બાળકીને મૃત હાલતમાં ત્‍યજી દેતા ચકચાર મચી ગઇ છે.

જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામમાં નવજાત બાળકીનો મૃતદેહ પડયો હોવાની જાણ થતાં તાલુકા પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો.

ઇવનગર ખાતેથી બાળકીના મૃતદેહનો કબ્‍જો સંભાળી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપેલ.

પ્રાથમિક તપાસમાં અજાણીસ્ત્રી બાળકીને જન્‍મ આપી બાદમાં મૃત હાલતમાં ત્‍યજી દીધી હોવાનું ખુલ્‍યું હતું.

આમ અજાણીસ્ત્રીએ બાળકનો જન્‍મ છુપાવવા માટે બાળકીને મૃત હાલત તરછોડી દીધાનું પાપ કર્યાનું જણાતા મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

વિશેષ તપાસ તાલુકા પીએસઆઇ જે.ડી.દેસાઇ ચલાવી રહ્યા છે.

(11:00 am IST)