Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગોંડલ મહારાણી રાજકુંવરબા કન્‍યા વિદ્યાલય ખાતે ગીતાબા જયરાજસિંહ જાડેજાનો સન્‍માન સમારંભ

ગોંડલ : તાજેતરમાં યોજાયેલ ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનો ઐતિહાસિક મતોથી વિજય થયો હોય ગીતાબા જાડેજાએ ગોંડલ મહારાણી રાજકુંવરબા કન્‍યા વિદ્યાલયમાં જ શિક્ષણ મેળવ્‍યુ હોય આ તકે સંસ્‍થાના સંચાલકો દ્વારા સન્‍માન સમારંભનું આયોજન કરી ગીતાબાનું અકદેરૂ સન્‍માન કર્યું હતું. જેમાં મહારાજા હિમાંશુસિંહજીના વરદ હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરાયું હતું. તેમજ રાજમાતા અને સંસ્‍થાના અધ્‍યક્ષ કુમુદકુમારીબા તથા ગૃહમાતા હર્ષાબા દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ તકે ધારાસભ્‍ય ગીતાબા જાડેજા દ્વારા સંસ્‍થાના સભ્‍યાસ દરમિયાનના સંસ્‍મરણો તાજા કરાયા હતા. આ કાર્યક્રમમાં નરગપાકિાલના દંડક રાજેન્‍દ્રસિંહ જાડેજા તથા જીતેશભાઇ જડિયા (લંડન) પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય, તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:38 pm IST)