Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પોરબંદરના સિપાઇ સમાજ ટ્રસ્‍ટની વિધવા સહાય યોજના : ૨૬૧ લાભાર્થીઓના ખાતામાં રકમ જમા

પોરબંદર,તા. ૨૩: સિપાઈ સમાજ ટ્રસ્‍ટ - ગુજરાત દ્વારા ચાલતી વિધવા સહાય યોજના અંતર્ગત ૨૬૧ વિધવા બહેનોના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્‍યા છે.

એપ્રિલ - ૨૦૨૨ મહિનામાં ૨૨૫ વિધવા બહેનોના ખાતામાં  રૂા. ૧,૦૧૦/- જમા કરાવ્‍યા બાદ ફરી ડિસેમ્‍બર - ૨૦૨૨ અને જાન્‍યુઆરી - ૨૦૨૩ મહિનામાં અલગ અલગ તબક્કે કુલ ૨૬૧ વિધવા બહેનોના ખાતામાં  રૂા.૫૦૦/- જમા કરાવવામાં આવ્‍યા છે.

વિગતે જોઈએ તો એપ્રિલ મહિનામાં ૨૨૫ બહેનોના ખાતામાં ૧,૦૧૦/-  રૂપિયા જમા કરાવવામાં આવ્‍યા હતા. ડિસેમ્‍બરમા એ ખાતાઓમાંથી જે બહેનનો દિકરો ૨૧ વર્ષનો થઈ ગયો હોય તેમના તથા જે વિધવા બહેનોએ પુનઃ લગ્ન કરેલા છે તેવા ૫ બહેનોના નામ કમી કરી બાકીના ૨૨૦ બહેનોના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્‍યા હતા. જેમાંથી ૧૧ બહેનોના ખાતાના પૈસા બેંકના કોડ બદલ્‍યા હોવાથી તથા એક બહેને ખાતુ જ બંધ કરેલ હોવાથી પરત આવેલા હતા. બાકીના બહેનોના ખાતામાં પૈસા જમા થઈ ગયા હતા અને તેમને જાણ પણ કરી આપેલ હતી. ત્‍યાર બાદ નવા બીજા ૪૨ બહેનોના બેંક ખાતામાં ૧૦ /-  રૂા. જમા કરાવ્‍યા હતા. અને તે જમા થઈ ગયા છે તે ચેક કરી બીજા ૫૦૦/-  રૂા. પણ તેમના તથા  કોર્ડ બદલેલા બહેનોના ખાતામાં પણ પણ રૂપિયા જમા કરાવી દિધા હતા. આમ એક બહેને બેંક ખાતુ બંધ કરાવ્‍યુ હોવાથી તેના સિવાયના ૨૬૧ બહેનોના ખાતામાં  રૂા. ૧,૩૦,૯૨૦ /- જમા કરાવી દિધા છે.

નવા આવતા વિધવા બહેનોના અને જુના સહાય લેતા બહેનોના ખાતામાં ઇન્‍શાઅલ્લાહ રમજાનના ૮ થી ૧૫ દિવસ પહેલા સહાય ચુકવવામાં આવશે. માટે જેમણે પણ વિધવા સહાય આપવી હોય તે હજી પણ સંસ્‍થાના ખાતામાં અથવા ટ્રસ્‍ટના કાર્યકરોને ફંડ આપી શકે છે.

વિધવા સહાય અથવા વિદ્યાર્થી જકાત ફંડ બાબતમાં કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપ સંસ્‍થાના કોઈ પણ કાર્યકરોનો અથવા પ્રમુખ સાહેબનો સંપર્ક કરી શકો છો. આપના દ્વારા સિપાઈ સમાજ ટ્રસ્‍ટમાં આપેલ ફંડ ઈન્‍કમટેક્‍સની કલમ ૮૦ જી હેઠળ કરમુક્‍ત છે.

સિપાઈ સમાજ ટ્રસ્‍ટ - ગુજરાત ને ફંડ આપવા ઈચ્‍છતા લોકોએ સંસ્‍થાનાં પ્રમુખ અથવા કારોબારી મેમ્‍બરનો સંપર્ક કરવો. અથવા ટ્રસ્‍ટનાં બેંક એકાઉન્‍ટમાં રૂપિયા જમા કરાવી ટ્રસ્‍ટનાં પ્રમુખ ડો. અવેશને મોબાઈલ નંબર ૯૮૨૪૨ ૪૩૨૧૮ પર જાણ કરવી. સિપાઈ સમાજ ટ્રસ્‍ટની બેંક ડિટેલમાં  ખાતાનું નામ- સિપાઈ સમાજ ટ્રસ્‍ટ બેન્‍કનું નામ : એચડીએફસી બેન્‍ક, ખાતા નંબર- ૫૦૨૦૦૦૨૦૫૩૭૦૭૨ IFSC કોડ- HDFC0000274 બેન્‍ક એડ્રેસઃ એચ.ડી.એફ.સી. બેન્‍ક, એમ.જી. રોડ, પોરબંદર એકાઉન્‍ટ ટાઈપ- કરન્‍ટ એકાઉન્‍ટ છે.

વિધવા સહાય અથવા વિદ્યાર્થી જકાત ફંડ બાબતમાં કોઈ પણ માહિતી માટે સંસ્‍થાના કોઈ પણ કાર્યકરોનો અથવા પ્રમુખનો સંપર્ક કરવા સિપાઈ સમાજ ટ્રસ્‍ટના પ્રમુખ ડો.અવેશ.એ.ચૌહાણ સામાજીક કાર્યકર ઇસ્‍માઇલખાન શેરવાની યાદીમાં જણાવાયું છે.

(11:10 am IST)