Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

પોરબંદરના વોર્ડ નં. ૬માં એક મહિનાથી સફાઇ કામગીરી બંધ : ઉભરાતી ગટરો : ગંદકી વધી

પોરબંદર,તા. ૨૩ : નગરપાલિકાના વોડસ્‍ નં. ૬  એક મહિનાથી સફાઇ કામગીરી થતી ન હોય ઠેર ઠેર ગટરો ઉભરાય છ. અને ગંદકી વધતી જાય છે. આ અંગે કાઉન્‍સીલર ફારૂકભાઇ સુર્યાએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવેલ કે , કુંભારવાડાના ખૂણે પાટા પાસે જાહેર સૌચાલયની આસપાસ તથા પાછળની ગલીઓમાં ગંદકી જોવા મળે છે. આ વિસ્‍તારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્‍યાંની બેહદ ગંદકી જોવા મળી હતી. અને આ સૌચાલયની પાછળની ગલીમાં છેલ્લા એકાદ મહીનાથી સફાઇ ન થઇ હોય તે રીતે ગંદકી જોવા મળી હતી. આ બાબતે આ વિસ્‍તારના સફાઇ ઇન્‍ચાર્જને યોગ્‍ય સુચના આપી નિયમિત સફાઇ થાય તેવી માંગણી છે.

વિરડી પ્‍લોટમાં પુલીયાવારા વિસ્‍તારમાં જ્‍યાંથી મોટી ગટર પસાર થાય છે.તે ગટરને આર.સી.સી.થી ઢાંકવામાં આવી છે પરંતુ તે પુરી નિકાસ થાય ત્‍યાં સુધી ઢાંકવામાં આવી નથી જેથી આગળ જતા આ ગટરના પાણી રહેણાંક વિસ્‍તારમાં ફેલાયેલ છે. અને ત્‍યાં કદાચ કીચડનું એટલી હદે ભરાવો છે કે આ વિસ્‍તારમાં આ ગંદકીને કારણે ગંભીર રોગચારો ફાટી નીકળે તેવી સ્‍થિતિ છે. ત્‍યાં સફાઇ કરાવી ને ગટરને નિકાલ સુધી લંબાવીને આ વિસ્‍તારમાં પણ નિયમિત સફાઇ થાય તેવી સુચના આપવા રજુઆતમાં જણાવેલ છે.

(11:12 am IST)